અમેરિકી અર્થતંત્રને સુધારાનો માર્ગ ચીંધશે ભારતીય દિગ્ગજો

અમેરિકી અર્થતંત્રને સુધારાનો...

વૈશ્વિક અર્થવ્યવસ્થા અને નીતિરીતિનું ઘડતર કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવતી દુનિયાની સૌથી શક્તિશાળી સેન્ટ્રલ બેન્ક યુએસ ફેડરલ રિઝર્વમાં ફરી એક વખત ભારતીય દિગ્ગજોની મેધાનો ડંકો વાગ્યો છે. અમેરિકા પર મંદીના વાદળો મંડરાઇ રહ્યા છે ત્યારે સેન્ટ્રલ બેન્કની આર્થિક નીતિની સમીક્ષા કરવા અને તેમાં જરૂરી સુધારાવધારા સુચવવા માટે યુએસ ફેડરલ રિઝર્વના ચેરમેન કેવિન વોર્શે પાંચ ટાસ્ક ફોર્સની રચના કરી છે.

વોશિંગ્ટનઃ વૈશ્વિક અર્થવ્યવસ્થા અને નીતિરીતિનું ઘડતર કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવતી દુનિયાની સૌથી શક્તિશાળી સેન્ટ્રલ બેન્ક યુએસ ફેડરલ રિઝર્વમાં ફરી એક વખત ભારતીય દિગ્ગજોની મેધાનો ડંકો વાગ્યો છે. અમેરિકા પર મંદીના વાદળો મંડરાઇ રહ્યા છે ત્યારે સેન્ટ્રલ બેન્કની આર્થિક નીતિની સમીક્ષા કરવા અને તેમાં જરૂરી સુધારાવધારા સુચવવા માટે યુએસ ફેડરલ રિઝર્વના ચેરમેન કેવિન વોર્શે પાંચ ટાસ્ક ફોર્સની રચના કરી છે. આ હાઇ-પ્રોફાઇલ લીડરશીપ પેનલમાં દુનિયાભરના ચુનિંદા અર્થશાસ્ત્રીઓ, પૂર્વ સેન્ટ્રલ બેન્ક વડાઓ અને કોર્પોરેટ દિગ્ગજોની વરણી કરાઇ છે. જેમાં ત્રણ ભારતીય ધુરંધરો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના (આરબીઆઇ)ના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન, હાર્વર્ડ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના પ્રોફેસર રાજ ચેટ્ટી અને માઇક્રોસોફ્ટ એક્સબોક્સ (Xbox)ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર આશા શર્માના નામનો સમાવેશ થાય છે. કેવિન વોર્શે જણાવ્યું હતું કે, ‘અમારો હેતુ એકદમ સ્પષ્ટ છે. આ નિર્ણાયક સમયમાં ફેડરલ રિઝર્વ પોતાના ઉદ્દેશ્યોને પૂર્ણ કરવા માટે સર્વોત્તમ સ્થિતિમાં હોય તે સુનિશ્ચિત કરવું’. જે ત્રણ મૂળ ભારતીયોને પસંદ કરાયા છે તેમની વિગતો અહીં આપી છે.

રઘુરામ રાજન: બેલેન્સ શીટ પોલિસી ટાસ્ક ફોર્સ

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર અને ભારત સરકારના પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર રઘુરામ રાજનને ફેડના ‘બેલેન્સ શીટ પોલિસી’ ટાસ્ક ફોર્સના સહ-વડા તરીકે નિયુક્ત કરાયા છે. આ ટાસ્ક ફોર્સ ફેડરલ રિઝર્વની બેલેન્સ શીટ વ્યવસ્થાના ખર્ચ, ફાયદા અને સંસ્થાકીય અસરોની તપાસ કરશે. હાલમાં યુનિવર્સિટી ઓફ શિકાગો બૂથ સ્કૂલ ઓફ બિઝનેસમાં ફાઇનાન્સના પ્રોફેસર તરીકે સેવા આપી રહેલા રાજન જેક્સન હોલ વ્યોમિંગ ખાતેની ફેડની બેઠકમાં ઉચ્ચારેલી દૂરંદેશીભરી ચેતવણી માટે જાણીતા છે. જેમાં તેમણે 2008ની વૈશ્વિક નાણાકીય કટોકટી પહેલાં જ બેંકોના વધતા સબપ્રાઇમ લોન બુક અંગે વૈશ્વિક સેન્ટ્રલ બેન્કર્સને ચેતવ્યા હતા.

રાજ ચેટ્ટી: લિક્વિડિટી ડિપેન્ડન્સ પેનલ

હાર્વર્ડ યુનિવર્સિટીમાં પબ્લિક ઇકોનોમિક્સના પ્રેોફેસર રાજ ચેટ્ટીને લિક્વિડિટી ડિપેન્ડન્સ (તરલતા પર નિર્ભરતા) પેનલમાં સામેલ કરાયા છે. તેઓ હાર્વર્ડ ખાતે ‘ઓપોર્ચ્યુનિટી ઇનસાઇટ્સ’ના ડાયરેક્ટર પણ છે, જે વંચિત પૃષ્ઠભૂમિ ધરાવતા બાળકોને સફળતાની સારી તકો મળે તે માટેના વિકલ્પો પર સંશોધન કરે છે. રાજ ચેટ્ટી તેમના કો-ચેરમેન હાર્વર્ડના પ્રોફેસર જેરેમી સ્ટેઈન, વોલમાર્ટના પૂર્વ પ્રમુખ અને સીઈઓ ડગ મેકમિલોન અને યુનિવર્સિટી ઓફ શિકાગોના પ્રોફેસર કેવિન મર્ફી સાથે મળીને ફેડની વર્તમાન બેલેન્સ શીટ વ્યવસ્થાના ખર્ચ, આર્થિક ફાયદા અને તેની અસરોની વિગતવાર સમીક્ષા કરશે.

આશા શર્મા: પ્રોડક્ટિવિટી અને એમ્પ્લોયમેન્ટ ટાસ્ક ફોર્સ

માઇક્રોસોફ્ટના ગેમિંગ યુનિટ XBOXના ભારતવંશી ચીફ એક્ઝિક્યુટિવ આશા શર્માને પ્રોડક્ટિવિટી અને એમ્પ્લોયમેન્ટ (ઉત્પાદકતા અને રોજગાર) ટાસ્ક ફોર્સમાં પસંદ કરાયાં છે. મહત્વની વાત એ છે કે, આ નિયુક્તિ ગેમિંગ કંપનીમાં તાજેતરમાં જ કરાયેલી મોટી છટણીના થોડા દિવસો બાદ થઈ છે. ભારતમાં જન્મેલા અને યુએસમાં ઉછરેલા આશા શર્મા પાસે મેટા (layoffs), ઇ-કોમર્સ પ્લેટફોર્મ કુપાંગ (Coupang), ગ્રોસરી ડિલિવરી કંપની ઇન્સ્ટાકાર્ટ (Instacart) અને હોમ ઇમ્પ્રૂવમેન્ટ રિટેલર ધ હોમ ડેપો (The Home Depot) જેવી મોટી ટેક અને કોર્પોરેટ કંપનીઓનો બહોળો અનુભવ ધરાવે છે. આ પેનલમાં તેમની સાથે ઇન્વેસ્ટમેન્ટ ફર્મ એન્ડ્રીસન હોરોવિટ્ઝના સહ-સ્થાપક માર્ક એન્ડ્રીસન અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર ચાર્લ્સ ‘ચેડ’ જોન્સ કો-ચેરમેન તરીકે કામ કરશે.

અમેરિકી અર્થતંત્રને સુધારાનો...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.