આશરે 17,100 વર્ષ પછી માનવજાતનો અંત આવશે?

આશરે 17,100 વર્ષ પછી માનવજાતનો અંત...

વિજ્ઞાનીઓએ ભારે ગણતરી કર્યા પછી માનવજાતનો અંત ક્યારે આવશે તેની આગાહી કરી છે. ‘ડૂમ્સડે આર્ગ્યુમેન્ટ’ કરીકે ઓળખાવાયેલી તેમની ગાણિતિક ફોર્મ્યુલા અનુસાર આશરે 17,100 વર્ષ પછી માનવજાતનો અંત આવશે. જોકે, તેમણે આ ગણતરીને 95 ટકા ચોકસાઈ સાથેની ગણાવી છે એટલે માનવજાત વિલુપ્ત થઈ ન જવા વિશે થોડી આશા તો રહી છે.

આશરે 17,100 વર્ષ પછી માનવજાતનો અંત આવશે?

વિજ્ઞાનીઓએ ભારે ગણતરી કર્યા પછી માનવજાતનો અંત ક્યારે આવશે તેની આગાહી કરી છે. ‘ડૂમ્સડે આર્ગ્યુમેન્ટ’ કરીકે ઓળખાવાયેલી તેમની ગાણિતિક ફોર્મ્યુલા અનુસાર આશરે 17,100 વર્ષ પછી માનવજાતનો અંત આવશે. જોકે, તેમણે આ ગણતરીને 95 ટકા ચોકસાઈ સાથેની ગણાવી છે એટલે માનવજાત વિલુપ્ત થઈ ન જવા વિશે થોડી આશા તો રહી છે. સાયન્ટિફિક અમેરિકનના રિપોર્ટ અનુસાર વિજ્ઞાનીઓએ સૌપ્રથમ તો એવો અંદાજ બાંધ્યો છે કે માનવજાતના ઈતિહાસમાં અત્યાર સુધીમાં લગભગ 117 બિલિયન માનવી જીવી ગયા છે. માનવ ટાઈમલાઈનમાં અત્યારે જીવતા લોકોનું સ્થાન અચોક્કસ છે. જે પાંચ ટકાનો તફાવત રખાયો છે તેનાથી 100 ટકા એટલે 20 ગણા થાય. 117 બિલિયનને 20 વડે ગુણવામાં આવે તો મહત્ત્મ માનવવસ્તી આશરે 2.34 ટ્રિલિયન હોઈ શકે. વર્તમાન જન્મદરને ધ્યાનમાં રાખતા માનવજાત આશરે 17,100 વર્ષમાં કુલ 2.34 ટ્રિલિયનના આંકડે પહોંચી જાય. આ થિયરીના સમર્થકો કહે છે કે ક્લાઈમેટ ચેઈન્જ, પરમાણુયુદ્ધ, કોઈ મહામારી અથવા મહાદુર્ઘટનાના કારણોસર માનવજાત આગામી 17,100 વર્ષોમાં વિલુપ્ત થઈ જવાના 95 ટકા ચાન્સ છે. જોકે, આ થિયરી વિવાદાસ્પદ છે તેમ કહેનારાઓ જણાવે છે કે આ બધી ધારણાઓ થકી કરાયેલી ઘણી સરળ છે અને માનવજાતના ભવિષ્યને નાટ્યાત્મક અસર કરે તેવા અસંખ્ય પરિબળોની અવગણના કરાઈ છે. કેટલાક તો એમ પણ દલીલ કરે છે કે આટલા વર્ષોમાં તો માનવીએ અન્ય ગ્રહો-ઉપગ્રહો પર વસાહતો પણ સ્થાપી દીધી હશે, નવી ટેકનોલોજીઓ વિકસી હશે અને કરોડો વર્ષ સુધી અસ્તિત્વ જાળવી શકશે તો માનવજાતનું નિકંદન કેવી રીતે થાય? જવા દો, 17,100 વર્ષ ઘણા દૂરની વાત છે, પરંતુ મે મહિનામાં પ્રસિદ્ધ એક અભ્યાસમાં ચેતવણી અપાઈ છે કે જળવાયુ પરિવર્તન, મહામારી, ગ્લોબલ સંઘર્ષો અથવા સ્રોતોની ભારે તંગીના કારણે પણ વૈશ્વિક વસ્તી 2064 સુધીમાં તદ્દન તળિયે આવી જશે.

•••
આંખને અંધારા સાથે એડજસ્ટ થતાં થોડી વાર લાગે છે

આપણે અંધારી રાત્રે કુદરતી વાતાવરણમાં ફરવા નીકળ્યા હોઈએ અથવા અંધારા ખંડમાં પ્રવેશીએ ત્યારે શું ક્યાં છે તે જોવામાં ભારે તકલીફ પડે છે. આપણી આંખને અંધારા સાથે એડજસ્ટ થતાં થોડી વાર લાગે છે. જાણે ચંદ્રમાંથી પ્રકાશ આવતો હોય તેવું અજવાળું લાગવા માંડે છે. પ્રકાશ બદલાતો નથી, પરંતુ આપણી આંખોમાં બદલાવ આવે છે. આપણી આંખને અંધારા વાતાવરણ સાથે એડજસ્ટ થતાં સમય શા માટે લાગે છે તેનું કારણ આંખોમાં રહેલાં કોષોના પ્રકાર અને તેમની કામગીરી છે. આપણી આંખમાં પ્રકાશની સંવેદના અનુભવવા બે પ્રકારના ફોટોરિસેપ્ટર્સ કોષ – રોડ્સ અને કોન્સ (rods and cones) હોય છે. માનવીમાં રંગીન વિઝન શક્ય બનાવતા ત્રણ પ્રકારના કોન્સ કોષો હોય છે જે લાલ, લીલો અથવા ભૂરો પ્રકાશ પારખી શકે છે. આપણે જે રંગો નિહાળીએ છીએ તે આ ત્રણ રંગનું મિશ્રણ હોય છે. બીજી તરફ, રોડ્સ કોષો રંગને પારખી શકતાં નથી, પરંતુ પ્રકાશ માટે સંવેદનશીલ હોય છે. રોડ્સને લીધે જ આપણે ઝાંખા પ્રકાશમાં પણ નિહાળી શકીએ છીએ. રોડ્સ પ્રકાશનો કણ ફોટોન પારખી લે તે પછી પ્રકાશને નિહાળવાની તેની ક્ષમતા પુનઃપ્રાપ્ત કરવામાં એક કલાક સુધીનો સમય લાગી જાય છે. રોડ્સને પ્રકાશ પારખવામાં મદદ કરતું સંયોજન રહોડોપ્સિન (rhodopsin) વિટામીન Aમાંથી મળે છે. રહોડોપ્સિન પ્રકાશને શોષે ત્યારે તેમાં રહેલું રસાયણ રેટિનાલ સીધું બને છે અને ઓપ્સિન રસાયણથી અલગ પડે છે. સીધું થઈ ગયેલું રેટિનાલ સમારકામ માટે આંખના રેટિનલ પિગમેન્ટ એપિથેલીઅમ વિસ્તારમાં જાય છે અને ધીરે ધીરે મૂળ વાંકા આકારમાં આવી જાય છે. મૂળ સ્વરૂપમાં આવેલું રેટિનાલ ફરી ઓપ્સિન સાથે જોડાય છે અને કાર્યરત રહોડોપ્સિન સંયોજનમાં ફેરવાય છે. જો માનવ આંખના તમામ રોડ્સ બ્લીચ્ડ થઈ જાય તો નવું સર્જન થતાં આશરે 45 મિનિટ લાગે છે. જોકે, કેટલાક રોડ્સ 10થી 15 મિનિટમાં રીજનરેટ થઈ જવા સાથે ઝાંખા પ્રકાશને ઓળખવા શક્તિમાન બને છે. દરેક માનવ આંખમાં આશરે 6 મિલિયન કોન્સ અને 100 મિલિયન રોડ્સ કોષો હોય છે.

આશરે 17,100 વર્ષ પછી માનવજાતનો અંત...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.