ઇન્ડિયન એરફોર્સ ગ્લોબલ એરપાવર ઇન્ડેક્સમાં ત્રીજા ક્રમે
વર્લ્ડ ડિરેક્ટરી ઓફ મોડર્ન મિલિટરી એરક્રાફ્ટ-2026ના રેકિંગમાં ભારતીય વાયુસેનાએ સતત પાંચમા વર્ષે ત્રીજો ક્રમ જાળવ્યો છે. ઈન્ડિયન એરફોર્સથી શક્તિશાળી એરફોર્સ માત્ર અમેરિકા અને રશિયા પાસે જ છે. આ યાદીમાં ચીન ચોથા ક્રમે છે.
નવી દિલ્હીઃ વર્લ્ડ ડિરેક્ટરી ઓફ મોડર્ન મિલિટરી એરક્રાફ્ટ-2026ના રેકિંગમાં ભારતીય વાયુસેનાએ સતત પાંચમા વર્ષે ત્રીજો ક્રમ જાળવ્યો છે. ઈન્ડિયન એરફોર્સથી શક્તિશાળી એરફોર્સ માત્ર અમેરિકા અને રશિયા પાસે જ છે. આ યાદીમાં ચીન ચોથા ક્રમે છે. આ સંસ્થાએ 103 દેશોની વાયુસેનાના બળાબળના તારણો આપ્યા હતા. એ માટે 48 હજાર એરક્રાફટને ધ્યાનમાં લેવાયા હતા. ટ્રુ વેલ્યૂ રેટિંગ, સિસ્ટમ એક્સેસ ફ્લીટ સાઈઝ, મોડર્ન અપ્રોચ, લોજિસ્ટિક સપોર્ટ અને સમગ્ર ક્ષમતાના આધારે અપાયેલા રેકિંગમાં ઈન્ડિયન એરફોર્સ માત્ર અમેરિકન એરફોર્સ અને રશિયન એરફોર્સથી જ પાછળ હતી. ચીનને પાછળ રાખીને આ રેકિંગ મેળવ્યું હોય એવું સતત પાંચમા વર્ષે બન્યું છે. આ રિપોર્ટમાં કહેવાયું કે ઈન્ડિયન એરફોર્સ પાસે 1716 એરક્રાફ્ટ છે. એમાં સાત પ્રકારના 542 ફાઈટર વિમાનો છે. ભારતીય વાયુસેના પાસે 498 હેલિકોપ્ટર્સ છે. 20 સ્પેશિયલ મિશન એરક્રાફ્ટનો કાફલો છે. રિપોર્ટમાં કહેવાયું હતું કે ભારતીય વાયુસેના તેની સ્ટ્રેન્થમાં જે ગેપ છે તે પૂરવા માટે 2030 સુધીમાં હજુ 114 રફાલ ઉંમરશે. તેનાથી એની ક્ષમતામાં વધારો થશે. ભારત અને અમેરિકાની સરખામણી પણ કરવામાં આવી હતી. અમેરિકા પાસે ભારત કરતાં 32 ટકા લડાકુ વિમાનો વધારે છે. બોમ્બર્સ અને ક્લોઝ એરપોર્ટ પ્રકારના વિમાનો ઉમેરાય તો ભારતથી 41 ટકા વધારે થાય છે.
