કતારના પૂર્વ અમીર શેખ હમદનું નિધન

કતારના પૂર્વ અમીર શેખ હમદ બિન ખલીફા અલ થાનીનું રવિવાર સવારે 74 વર્ષની ઉમરે નિધન થયું. તેમણે 1995થી 2013 સુધી આશરે 18 વર્ષ સુધી કતારમાં શાસન કર્યું. તેમને મોડર્ન કતારના જનક તરીકે ઓળખવામાં આવે છે.
કતાર: કતારના પૂર્વ અમીર શેખ હમદ બિન ખલીફા અલ થાનીનું રવિવાર સવારે 74 વર્ષની ઉમરે નિધન થયું. તેમણે 1995થી 2013 સુધી આશરે 18 વર્ષ સુધી કતારમાં શાસન કર્યું. તેમને મોડર્ન કતારના જનક તરીકે ઓળખવામાં આવે છે.
તેમના નેતૃત્વમાં કતારે પોતાના વિશાળ નેચરલ ગેસ ભંડારના આધાર પર દુનિયાના મોટા એલએનજી એક્સપોર્ટ તરીકે ઓળખ બનાવી. કતાર વૈશ્વિક સ્તરે એક મોટા રોકાણકાર દેશ તરીકે પણ ઊભરી આવ્યું. વર્ષ 2013માં શેખ હમદે સ્વેચ્છાએ સત્તા પોતાના પુત્ર શેખ તમીમ બિન હમદ અલ થાનીને સોંપી હતી.
ભારત સરકારે તેમના સન્માનમાં સોમવારે એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શેખ હમદને દૂરદર્શી નેતા ગણાવ્યા. તેમણે કહ્યું કે શેખ હમદ ભારતના સાચા મિત્ર હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત- કતાર સંબંધો મજબૂત કરવામાં તેમની મહત્ત્વની ભૂમિકા રહી છે. વડાપ્રધાને એ પણ કહ્યું કે, ફેબ્રુઆરી
2024માં કતારની મુલાકાત દરમિયાન તેમની સાથે મુલાકાત થવી તેમના માટે સન્માનની વાત હતી.
