કેન્યા, ટાન્ઝાનિયામાં દેખાવો દબાવવા ભારે પોલીસ બંદોબસ્ત
ઈસ્ટ આફ્રિકન પડોશી દેશો માટે 7 જુલાઈ મંગળવાર વિશેષ દિવસ હોવા સાથે કેન્યા અને ટાન્ઝાનિયામાં વિરોધી દેખાવોને દબાવવા ભારે પોલીસ બંદોબસ્ત કરાયો હતો. કેન્યા માટે આ દિવસ બહુપક્ષીય લોકશાહી માટે 1990ના દાયકાના સંઘર્ષને મનાવવાનો દિવસ છે, જ્યારે ટાન્ઝાનિયા માટે વર્તમાન શાસક પક્ષની 72 વર્ષ અગાઉ કરાયેલી સ્થાપનાનો દિવસ છે.
નાઈરોબીઃ ઈસ્ટ આફ્રિકન પડોશી દેશો માટે 7 જુલાઈ મંગળવાર વિશેષ દિવસ હોવા સાથે કેન્યા અને ટાન્ઝાનિયામાં વિરોધી દેખાવોને દબાવવા ભારે પોલીસ બંદોબસ્ત કરાયો હતો. કેન્યા માટે આ દિવસ બહુપક્ષીય લોકશાહી માટે 1990ના દાયકાના સંઘર્ષને મનાવવાનો દિવસ છે, જ્યારે ટાન્ઝાનિયા માટે વર્તમાન શાસક પક્ષની 72 વર્ષ અગાઉ કરાયેલી સ્થાપનાનો દિવસ છે.
ટાન્ઝાનિયામાં ઓક્ટોબરની વિવાદિત ચૂંટણી પછી લોકશાહી સુધારાની હાકલ તેમજ દેશદ્રોહના આરોપસર જેલમાં ગોંધાયેલા વિપક્ષી નેતા ટુન્ડુ લિસ્સુને મુક્ત કરવાની માગણી માટે દેખાવોનું આયોજન કરવામાં આવ્યું હતું. ટાન્ઝાનિયાની વાણિજ્ય રાજધાની દારેસ્સલામમાં પોલીસ અને લશ્કરી જવાનોને ગોઠવી દેવાયા હતા અને કોઈ પણ દેખાવકાર નજરે ચડતો ન હતો. વાર્ષિક વેપારમેળાને ભારે સુરક્ષા હેઠળ ચાલુ રખાયો હતો.
કેન્યાની રાજધાની નાઈરોબીમાં પોલીસે કાંટાળા તારની વાડ સાથે પાર્લામેન્ટ બિલ્ડિંગ્સને કોર્ડન કરી લીધા હતા અને મુખ્ય માર્ગોને બ્લોક કરી દેવાયા હતા. રસ્તા પર કોઈ વાહનો કે દેખાવકાર પણ દેખાતા ન હતા
