ગાંગુલી - કેવિન પીટરસન - અંજુમ ચોપરાને આઇસીસી હોલ ઓફ ફેમમાં સ્થાન
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન સૌરવ ગાંગુલી, ઈંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન કેવિન પીટરસન અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અંજુમ ચોપરાને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે. એડિનબર્ગમાં યોજાયેલા સમારોહમાં આ ત્રણેયનું સન્માન કરાયું હતું.
પ્રતિષ્ઠિત હોલ ઓફ ફેમમાં સામેલ થવા પર ગાંગુલીએ કહ્યું, ‘આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ થવું મારા માટે સન્માનની વાત છે. ક્રિકેટના મહાન ખેલાડીઓમાં મારું નામ સામેલ થવું એ મારી સૌથી યાદગાર ક્ષણોમાંની એક રહેશે.’
મુંબઇઃ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન સૌરવ ગાંગુલી, ઈંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન કેવિન પીટરસન અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અંજુમ ચોપરાને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે. એડિનબર્ગમાં યોજાયેલા સમારોહમાં આ ત્રણેયનું સન્માન કરાયું હતું.
પ્રતિષ્ઠિત હોલ ઓફ ફેમમાં સામેલ થવા પર ગાંગુલીએ કહ્યું, ‘આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ થવું મારા માટે સન્માનની વાત છે. ક્રિકેટના મહાન ખેલાડીઓમાં મારું નામ સામેલ થવું એ મારી સૌથી યાદગાર ક્ષણોમાંની એક રહેશે.’
ભારતીય મહિલા ટીમની ભૂતપૂર્વ કેપ્ટન અંજુમ ચોપરાએ પણ ખુશી વ્યક્ત કરી. તેમણે કહ્યું, ‘રમતના દિગ્ગજોમાં સ્થાન મેળવવાનો આ સન્માન એ બધા લોકો માટે પુરસ્કાર છે જેમણે મારી કારકિર્દીને આકાર આપવામાં મદદ કરી છે. હું તે બધાની આભારી છું અને આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ થવાથી ખૂબ જ ખુશ છું.’
આઇસીસીના વડા જય શાહે તેમના સત્તાવાર એક્સ હેન્ડલ દ્વારા સૌરવ ગાંગુલી, અંજુમ ચોપરા અને કેવિન પીટરસનને અભિનંદન આપતાં લખ્યું, ‘હું આઇસીસી હોલ ઓફ ફેમમાં નવા સામેલ થયેલા ખેલાડીઓનું સ્વાગત કરીને ખુશ છું. આ તે અસાધારણ વ્યક્તિઓ માટે સન્માન છે જેમની સિદ્ધિઓએ આપણી રમતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. સૌરવ ગાંગુલી, અંજુમ ચોપરા અને કેવિન પીટરસન બધાએ ગર્વથી તેમની રાષ્ટ્રીય ટીમોનું નેતૃત્વ કર્યું છે, અને આઇસીસી વતી, હું તેમને આ ખૂબ જ લાયક સન્માન માટે અભિનંદન આપવા માંગુ છું.’
