ગોગલ્સઃ ચહેરાનું ગ્લેમર, આંખોનું ‘કૂલર’

ગોગલ્સઃ ચહેરાનું ગ્લેમર, આંખો

સ્ત્રીઓની સુંદર અને આકર્ષક આંખોના કામણથી કોણ બચી શક્યું છે? પરંતુ આંખોના આ સૌંદર્યને સદાબહાર જાળવી રાખવા તેનું યોગ્ય જતન પણ એટલું જ જરૂરી છે, અને આ માટે ગોગલ્સ બહુ ઉપયોગી છે. મોટા ભાગના લોકો ફેશન અને ગ્લેમરને ખાતર ગ્લાસીસ પહેરતાં હોય છે, પરંતુ પ્રદૂષણ અને ગરમીમાં તીવ્ર વધારો થઇ રહ્યો હોવાથી હવે આંખોની સુરક્ષા માટે ગોગલ્સ કે ડાર્ક ગ્લાસીસ પહેરવાનું પ્રચલન ખૂબ વધ્યું છે. આવાં ગોગલ્સ પહેરવાથી વ્યક્તિ આકર્ષક લાગે તેમાં તો કોઈ જ શંકા નથી, પરંતુ તેના બીજા પણ અનેક ફાયદા છે. પહેલો ફાયદો એ કે આવાં ચશ્મા સૂર્યનાં કિરણોની ચમક, તીવ્રતા અને ગરમીથી આંખોને બચાવી ઠંડક આપે છે.

સ્ત્રીઓની સુંદર અને આકર્ષક આંખોના કામણથી કોણ બચી શક્યું છે? પરંતુ આંખોના આ સૌંદર્યને સદાબહાર જાળવી રાખવા તેનું યોગ્ય જતન પણ એટલું જ જરૂરી છે, અને આ માટે ગોગલ્સ બહુ ઉપયોગી છે. મોટા ભાગના લોકો ફેશન અને ગ્લેમરને ખાતર ગ્લાસીસ પહેરતાં હોય છે, પરંતુ પ્રદૂષણ અને ગરમીમાં તીવ્ર વધારો થઇ રહ્યો હોવાથી હવે આંખોની સુરક્ષા માટે ગોગલ્સ કે ડાર્ક ગ્લાસીસ પહેરવાનું પ્રચલન ખૂબ વધ્યું છે. આવાં ગોગલ્સ પહેરવાથી વ્યક્તિ આકર્ષક લાગે તેમાં તો કોઈ જ શંકા નથી, પરંતુ તેના બીજા પણ અનેક ફાયદા છે. પહેલો ફાયદો એ કે આવાં ચશ્મા સૂર્યનાં કિરણોની ચમક, તીવ્રતા અને ગરમીથી આંખોને બચાવી ઠંડક આપે છે.

આંખો ખૂબ જ નાજુક હોય છે. કુદરતી તકલીફો સામે તેમનું રક્ષણ કરવું આવશ્યક બની જાય છે. આંખોની આજુબાજુની ત્વચા પણ એટલી બધી સંવેદનશીલ હોય છે કે ઉગ્ર તાપથી આંખની આજુબાજુ કાળાં કુંડાળા થઈ જાય છે. સૂરજનાં અલ્ટ્રાવાયોલેટ અને ઈન્ફ્રારેડ કિરણોની આંખોની દૃષ્ટિ પર પ્રતિકૂળ અસર પડે છે. ખૂબ તડકાને લીધે આપણી આંખો અંજાઈ જાય છે. તડકા ઉપરાંત ધૂળ તથા માટીના કણ તથા પાણીનાં ટીપાં પણ આંખના શત્રુ છે. ગોગલ્સ આ બધાંથી આંખને રક્ષણ આપે છે. આ ઉપરાંત આંખની કોઈ ખામી છાવરવા માટે પણ ગોગલ્સ ઉપયોગી છે.

આધુનિક ફેશન તથા નેત્રસુરક્ષાને ધ્યાનમાં રાખીને ચશ્મા ઉદ્યોગમાં નિરંતર સંશોધન અને વિકાસ થતો રહે છે. ચશ્મા પહેરવાથી ચહેરો આકર્ષક લાગે, આંખો સ્વસ્થ તથા સુરક્ષિત રહે, દ્રષ્ટિ માટે ફાયદાકારક રહે અને આંખોને આરામ પણ મળે, તે ખૂબ જરૂરી છે. કેટલાંક માનતા હોય છે કે માત્ર ઉનાળામાં જ ગોગલ્સ પહેરવાં જોઈએ, પરંતુ નેત્રવિશેષજ્ઞોના અભિપ્રાય અનુસાર ઋતુ કોઇ પણ હોય તમે જ્યારે પણ ઘરની બહાર નીકળો ત્યારે ગોગલ્સ અવશ્ય પહેરવાં જોઈએ. તમે ફરવા માટે કોઈ પહાડી સ્થળે જાવ, ત્યારે પરિવારનાં બધાં સભ્યો માટે ગોગલ્સ સાથે લો. હિમાચ્છાદિત પ્રદેશોમાં અલ્ટ્રાવાયોલેટ કિરણોને લીધે બરફ એટલો ચમકદાર લાગે છે કે તેનાથી હિમાંધતા (સ્નો બ્લાઈન્ડનેસ) નામનો રોગ થઈ શકે છે. આથી જ પહાડ પર ચડતી વખતે કે તરતી વખતે ખેલાડી ગોગલ્સ પહેરી લે છે.

આ ઉપરાંત વાહન ચલાવતી વખતે પણ ગોગલ્સ પહેરવાં સારાં. તે ઊડતી ધૂળ, ઊડતાં કીટાણુ અને અન્ય ચીજો સામે આંખોને રક્ષણ આપે છે. જે લોકો વધારે નંબરવાળાં ચશ્માં પહેરતા હોય, તેમને પણ સફેદ ગ્લાસને લીધે વધારે ચમક લાગે છે. આથી બહાર નીકળતી વખતે તેમણે પણ ગોગલ્સ પહેરવાં જોઈએ. સાધારણ ચશ્માંથી પણ આંખોનું રક્ષણ કરી શકાય છે, પરંતુ ડાર્ક ગ્લાસીસ સર્વોત્તમ સાધન છે.

ગોગલ્સ કેવાં હોવા જોઈએ?

કોઈ પણ પ્રકારનાં ચશ્મામાં બે બાબતો મુખ્ય હોય છે - ફ્રેમ અને તેના લેન્સ એટલે કે ગ્લાસ.

• ફ્રેમ: આજકાલ જુદી જુદી અનેક પ્રકારની ફ્રેમ બજારમાં ઉપલબ્ધ છે. જેવી કે, ધાતુની ફ્રેમ, રિમલેસ, ગોલ્ડન ફ્રેમ વગેરે. આ ફ્રેમ અનેક રંગોમાં મળે છે. ફ્રેમની પસંદગી કરતી વખતે તેના આકાર, રંગ તથા ધાતુને સારી રીતે પારખો. તમારો ચહેરો, તમારું વ્યક્તિત્ત્વ અને તમારી ઊંચાઈ અનુસાર જે ફ્રેમ સારી લાગતી હોય, તેવી ફ્રેમ પહેરી ફૂલ સાઈઝના અરીસા સામે ઊભાં રહી ફ્રેમની પસંદગી કરવી જોઈએ. નાકના ઘાટ અને ચહેરાની વ્યક્તિગત વિશેષતાઓને ધ્યાનમાં રાખીને જ ફ્રેમ પસંદ કરો. જરૂર પડ્યે યોગ્ય ફ્રેમની પસંદગીમાં ચશ્મા વિશેષજ્ઞ ઘણી મદદ કરી શકે છે. મોટા શો-રૂમમાંથી જ ચશ્મા ખરીદો. ત્યાં ચશ્મા વિશેષજ્ઞ, નેત્ર વિશેષજ્ઞ તથા કોન્ટેક્ટ લેન્સ વિશેષજ્ઞ - બધાની સલાહ મળી રહે છે. વળી, ગોગલ્સ ચહેરાની સુંદરતામાં પણ મહત્ત્વનો ભાગ ભજવે છે, આથી ખૂબ સમજદારીપૂર્વક ગોગલ્સની પસંદગી કરવી જોઈએ.
સામાન્ય ધારણાથી પ્રતિકૂળ ગોળ ચહેરા પર ગોળ ફ્રેમ પહેરવાથી ચહેરો ચપટો કે વધારે ગોળ, ફૂલેલો લાગે છે. આથી ફ્રેમની પસંદગી વખતે ચહેરો થોડો લાંબો દેખાય તેવી ફ્રેમ પસંદ કરવી જોઈએ. લાંબા ચહેરાવાળી વ્યક્તિએ એવી ફ્રેમ લેવી જોઈએ, જે ચહેરાને ગોળ બતાવે, બ્યૂટી એક્સપર્ટ્સના મતાનુસાર અંડાકાર ચહેરો દરેક રીતે ઉત્તમ છે. તેના પર દરેક આકારની ફ્રેમ શોભી ઊઠે છે.

• લેન્સ: બીજી મુખ્ય બાબત છે - લેન્સનો પ્રકાર અને તેની ગુણવત્તા. સારા લેન્સ માટે આંખોના નંબર, કેન્દ્ર, ધરી (એક્સિસ) અને કીકીથી કેન્દ્રના અંતરનું ધ્યાન રાખવું જરૂરી છે. આ બાબતોની કમ્પ્યુટર દ્વારા ઉચિત તપાસ કરાવવી જોઈએ. લેન્સની વક્રતા આખા લેન્સમાં એકસમાન હોવી જોઈએ, જેથી દરેક વસ્તુનું પ્રતિબિંબ યોગ્ય રીતે પડે અને વસ્તુ વાંકીચૂકી કે ત્રાંસી નહીં, પરંતુ જેવી હોય તેવી મૂળ સ્વરૂપે જ નજરે પડે છે.
લેન્સની ગુણવત્તા પારખવાનો સરળ ઉપાય એ છે કે ચશ્માને બન્ને હાથે પકડીને સીધી ઊભી રેખાની આગળ ફેરવો. જો રેખા એવી જ દેખાય તો માની લેવું કે લેન્સ બરાબર છે.
આજકાલ પ્લાસ્ટિક અને કાચ, બંને પ્રકારના લેન્સ પ્રચલનમાં છે. બંનેથી સ્પષ્ટ જ દેખાય છે, પણ પ્લાસ્ટિક લેન્સ વજનમાં હલકા અને વધારે આરામદાયક હોવાને લીધે વધુ પ્રચલિત છે.
લેન્સના રંગની પસંદગીમાં પણ સમજદારીથી કામ લેવું જરૂરી છે. હંમેશા એવા રંગના જ લેન્સ પહેરો, જે આંખોને શીતળતા તથા કોમળતાનો અનુભવ કરાવે અને વધારે પડતા પ્રકાશથી બચાવે. સાથે સાથે જ તમારી ત્વચાના રંગનો ખ્યાલ રાખવો પણ જરૂરી છે.
નબળી ગુણવત્તા વાળા કાચ કે આછા રંગના ચશ્મા પહેરવાથી આંખોને વધારે નુકસાન થાય છે. આવા ચશ્માંથી આંખો પર વધારે જોર પડે છે. તેનાથી આંખોમાં પાણી આવવા લાગે છે તથા માથા અને કાનપટ્ટીમાં પીડા થવા લાગે છે.

આટલી બાબતો અવશ્ય ધ્યાનમાં રાખો...
• ક્યારેય રાતના સમયે કે ધૂંધળા પ્રકાશમાં ગોગલ્સ કે ડાર્ક ગ્લાસીસ ન પહેરશો.
• રાત્રે કાર ચલાવતી વેળા સામેથી આવતા વાહનોના પ્રકાશથી બચવા માટે ગોગલ્સ ન પહેરો.
• ચશ્માંનો ઉપયોગ કરતા ન હોય ત્યારે તેને કેસમાં જ રાખો.
• લેન્સને હંમેશા સ્વચ્છ, મુલાયમ કપડાથી જ સાફ કરો.
• લેન્સ પર પડેલા તેલ કે આંગળીના ડાઘ સાફ કરવા માટે લેન્સ ક્લિન્ઝર ઉપયોગ કરી શકાય.
• ચશ્માંને ટેબલ પર મૂકતી વેળા ધ્યાન રાખો કે ગ્લાસ ઉપરની તરફ રહે.
• ચશ્માને કાઢતી વખતે બંને હાથે પકડીને સાવધાનીથી કાઢો. એક ડાંડલી પકડીને કે ધ્યાન રાખ્યા વિના ચશ્માં કાઢવાથી તે વાંકાચૂંકા થઈ શકે છે.
• ફેશનેબલ દેખાવા ચશ્માને ક્યારેય માથા પર ન ભરાવો. તેનાથી તેની ડાંડલીઓ ઢીલી પડી જાય છે.
• ક્યારેય જાડા કપડા, જેવા કે ઊનના વસ્ત્ર કે ડેનિમથી ગ્લાસ સાફ કરવાનો પ્રયત્ન ન કરશો.
• ક્યારેય ગ્લાસ પર જામેલી ધૂળ કે માટીને નખથી ખોતરીને દૂર કરવાની કોશિશ ન કરશો.
• ચશ્માને દરરોજ સાફ કરો. આ માટે નળ ચાલુ કરીને તેની ધાર નીચે બે-ચાર સેકન્ડ રાખો અને પછી સ્વચ્છ કપડાથી લૂછી નાખો.
• નંબરવાળા ચશ્માં પહેરતાં હો તો નંબરવાળાં સનગ્લાસીસ બનાવડાવો. જેમની આંખો નબળી ન હોય, તેમણે પણ આંખની તપાસ કરાવી ડાર્ક ગ્લાસીસ બનાવડાવવા જોઈએ.
• કોન્ટેક્ટ લેન્સ પહેરતાં હોય તેમના માટે ઝીરો નંબરના સનગ્લાસીસ યોગ્ય રહેશે.

જો તમે વિશેષજ્ઞની સલાહ લઈ સનગ્લાસીસ ખરીદશો અને ઉપર જણાવેલ બાબતોનો ખ્યાલ કરશો, તો સનગ્લાસીસ કે ગોગલ્સ આરામદાયક રહેશે અને તમારા સૌંદર્યમાં વધારો પણ કરશે. ગોગલ્સ માત્ર ફેશન માટે જ નહીં, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ મહત્ત્વનાં છે. સારા ચશ્મા પહેરવાથી આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે.

ગોગલ્સ પહેરતી વખતે આંખોનો આછો મેકઅપ કરવો અને તેની સાથે મેળ ખાય એવા રંગની લિપસ્ટિક લગાવવી. વ્યક્તિત્વ નિખારનાં સાધનોમાં ચશ્મા જ સર્વપ્રથમ અન્યનું ધ્યાન આકર્ષિત કરે છે. ક્યારેય પૈસા બચાવવાની લાલચમાં સસ્તાં કે લો ક્વોલિટી ચશ્માં ન ખરીદશો. ચશ્માની ગુણવત્તાની ઉપેક્ષા આંખો માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આંખ મૂલ્યવાન છે તે યાદ રાખો.

ગોગલ્સઃ ચહેરાનું ગ્લેમર, આંખો
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.