ડેટા સેન્ટર્સને સ્ટેમ્પ ડ્યૂટીથી મુક્તિ, ‘સિંગલ વિન્ડો સિસ્ટમ’થી પ્રોજેક્ટને મંજૂરી

ડેટા સેન્ટર્સને સ્ટેમ્પ ડ્યૂ

વિશ્વમાં અંદાજે 12 હજાર ડેટા સેન્ટર્સ છે અને તેમાંથી 70 ટકા અમેરિકા-ચીનમાં છે. એટલું જ નહીં વિશ્વના કુલ ડેટામાં ભારતનો હિસ્સો વૈશ્વિક ડેટા સેન્ટરમાં માત્ર 3 ટકા છે. હવે દેશ અને ગુજરાતને અગ્રણી હાઇપર્સ્કેલ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત ડેટા સેન્ટર વિકસિત કરવા માટે ‘વિકસિત ગુજરાત ડેટા સેન્ટર નીતિ 2026-29’ જાહેર કરાઈ છે.

અમદાવાદઃ વિશ્વમાં અંદાજે 12 હજાર ડેટા સેન્ટર્સ છે અને તેમાંથી 70 ટકા અમેરિકા-ચીનમાં છે. એટલું જ નહીં વિશ્વના કુલ ડેટામાં ભારતનો હિસ્સો વૈશ્વિક ડેટા સેન્ટરમાં માત્ર 3 ટકા છે. હવે દેશ અને ગુજરાતને અગ્રણી હાઇપર્સ્કેલ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત ડેટા સેન્ટર વિકસિત કરવા માટે ‘વિકસિત ગુજરાત ડેટા સેન્ટર નીતિ 2026-29’ જાહેર કરાઈ છે.
વૈશ્વિક સ્તરે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટાપાયે રોકાણ આકર્ષવાના હેતુથી ઘડાયેલી આ પોલિસીના મુખ્ય લક્ષ્યાંકોમાં 7.5 ગિગાવોટ ડેટા સેન્ટર ક્ષમતા વિકસાવવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ધોલેરામાં સ્થાપિત પ્રોજેક્ટ માટે 10 વર્ષ સુધી 2.5 ટકા મૂડી સહાય અપાશે. એટલું જ નહીં સ્ટેમ્પ ડ્યૂટી નોંધણી ફીમાંથી 100 ટકા મુક્તિ, પ્લાન્ટ મશીનરી - બિલ્ડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓપરેશન સેવા પર 100 ટકા સુધીની એસજીએસટીની ભરપાઈ કરાશે.
રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર ગુજરાતને કુલ 10 ગિગાવોટ ક્ષમતાના ડેટા સેન્ટરના પ્રસ્તાવો મળ્યા છે. જેમાંથી 8 ગિગાવોટ સુધીની ક્ષમતા વિકસાવવાનું રાજ્ય સરકારનું આયોજન છે. આ માત્ર ડેટા સ્ટોરેજ પૂરતું મર્યાદિત નથી, પરંતુ આ સમગ્ર દેશ અને દુનિયા માટે એક સંપૂર્ણ એઆઇ ઈકોસિસ્ટમ તૈયાર કરવાનો એક ભાગ છે. આ પોલિસી હેઠળ ડેટા સેન્ટરોમાં વપરાતી કુલ ઊર્જામાંથી 51 ટકા ઊર્જા ફરજિયાતપણે ગ્રીન એનર્જી જ વાપરવી પડશે. આ ઉપરાંત ખેડૂતો કે અન્ય ઉદ્યોગોના ભોગે નહીં, પરંતુ દરિયાનાં પાણીને મીઠું કરવા માટેના ડિસેલિનેશન પ્લાન્ટ પર ભાર મૂકીને પાણી પુરવઠો અપાશે. મુખ્ય સચિવ મનોજકુમારે કહ્યું, ‘ડેટા સેન્ટર્સ માટે પાણી અને વીજળીની જરૂરિયાત પૂરી કરવા ગુજરાત સજ્જ છે. આ નવી પોલિસી દ્વારા ગુજરાતમાં અંદાજે રૂ. 6 લાખ કરોડનું રોકાણ આવવા અપેક્ષા છે.’

ડેટા સેન્ટર્સને સ્ટેમ્પ ડ્યૂ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.