ધ એશિયન વિમેન કેન્સર ગ્રૂપ દ્વારા હેલ્થ એન્ડ વેલબીઈંગ અવેરનેસ ડે ઉજવાયો

ધ એશિયન વિમેન કેન્સર ગ્રૂપ દ્વારા હેલ્થ એન્ડ વેલબીઈંગ અવેરનેસ ડે ઉજવાયો

ધ એશિયન વિમેન કેન્સર ગ્રૂપ (AWCG) દ્વારા રવિવાર 5 જુલાઈ, 2026ના રોજ કેન્ટનમાં હેરો મેસોનિક સેન્ટર ખાતે હેલ્થ એન્ડ વેલબીઈંગ અવેરનેસ ડેની યજમાની કરવામાં આવી હતી. આરોગ્ય, સ્વાસ્થ્ય, કેન્સર જાગૃતિ અને કોમ્યુનિટી સપોર્ટને સમર્પિત દિવસના આ ઈવેન્ટમાં હેલ્થકેર પ્રોફેશનલ્સ, કોમ્યુનિટી સંસ્થાઓ, સ્થાનિક બિઝનેસીસ, વોલન્ટીઅર્સ અને અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા.

હેરોઃ ધ એશિયન વિમેન કેન્સર ગ્રૂપ (AWCG) દ્વારા રવિવાર 5 જુલાઈ, 2026ના રોજ કેન્ટનમાં હેરો મેસોનિક સેન્ટર ખાતે હેલ્થ એન્ડ વેલબીઈંગ અવેરનેસ ડેની યજમાની કરવામાં આવી હતી. આરોગ્ય, સ્વાસ્થ્ય, કેન્સર જાગૃતિ અને કોમ્યુનિટી સપોર્ટને સમર્પિત દિવસના આ ઈવેન્ટમાં હેલ્થકેર પ્રોફેશનલ્સ, કોમ્યુનિટી સંસ્થાઓ, સ્થાનિક બિઝનેસીસ, વોલન્ટીઅર્સ અને અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે હેરોના મેયર કાઉન્સિલર યોગેશભાઈ તેલી અને ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના તંત્રી સી.બી. પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બંને મહાનુભાવોએ પ્રેરણાદાયી સંબોધનોમાં કેન્સરના દર્દીઓ, સર્વાઈવર્સ તેમજ વ્યાપક કોમ્યુનિટીને સપોર્ટ તેમજ કેન્સર વિશે જાગૃતિનો પ્રસાર કરવામાં પ્રતિબદ્ધતા સાથે એશિયન વિમેન કેન્સર ગ્રૂપની અમૂલ્ય કામગીરીને બિરદાવી હતી.

સમગ્ર દિવસ દરમિયાન, આઉટડોર એરિયા વિવિધ પ્રવૃત્તિઓથી જીવંત રહ્યો હતો. મુલાકાતીઓએ સ્ટોલ્સ પર સ્વાદિષ્ટ ખોરાકનો આસ્વાદ માણ્યો હતો તેમજ ઘરબનાવટના અથાણાં, મરીમસાલા, જ્વેલરી, હેન્ડબેગ્સ, કેન્ડલ્સ, કાર્ડ્સ, પરંપરાગત ભારતીય વસ્ત્રો, આર્ટવર્ક્સ અને સુંદર ઓઈલ પેઈન્ટિંગ્સના સ્ટોલ્સની મુલાકાત પણ લીધી હતી.

આરોગ્ય અને સ્વાસ્થ્ય આ ઉજવણીના કેન્દ્રમાં રહ્યાં હતાં. મુલાકાતીઓએ મસાજ અને રિફ્લેક્સોલોજી સારવાર થકી હળવાં થવાનું માણ્યું હતું અને મહત્ત્વની કોમ્યુનિટી અને હેલ્થ સર્વિસીસ વિશે જાણકારી પણ મેળવી હતી. લંડન ફાયર બ્રિગેડ સેવા ફાયર એન્જિન સાથે હાજર રહી હતી તેમજ બાળકો અને વયસ્કોના પ્રશ્નોના ઉત્તરો પણ આપ્યા હતા. ઓર્ગન ડોનેશન માહિતી કેન્દ્ર મારફત કોમ્યુનિટી અવેરનેસને ઉત્તેજન અપાયું હતું તેમજ લોકોને NHS ઓર્ગન ડોનર રજિસ્ટરમાં જોડાવા પ્રોત્સાહિત કરાયા હતા.

મેસોનિક સેન્ટરની અંદર વિવિધ કેન્સર વિષયક માહિતી, કેન્સર અટકાવ, નિદાન અને સારવારમાં પ્રગતિ સંબંધિત શૈક્ષણિક વાર્તાલાપ, બ્લડ પ્રેશર, બોડી માસ ઈન્ડેક્સ, ડાયાબિટીસ અને ફૂટ કેર વિશે સલાહ, આરોગ્ય તપાસ, આરોગ્યપ્રદ આહાર, જીવનશૈલીની પસંદગીઓ અને સ્વાસ્થ્ય પ્રવૃત્તિઓ ચાલતી રહી હતી. લોકોએ યોગાસનોના સત્ર, રૂપલ ત્રિવેદી દ્વારા ઉત્સાહપ્રેરક બોલીવૂડ ડાન્સ, એગાઈલ વાઈબ્સ દ્વારા ડાન્સ વર્કશોપનો પણ લાભ લીધો હતો. આ ઉપરાંત, રેફલ ડ્રો, કેન્સર સર્વાઈવર્સ દ્વારા ફેશન વોક જેવા કાર્યક્રમો પણ યોજાયા હતા.

હેલ્થ એન્ડ વેલબીઈંગ અવેરનેસ ડેની સફળતા વોલન્ટીઅર્સ, હેલ્થકેર પ્રોફેશનલ્સ, એક્ઝિબીટર્સ, સ્ટોલહોલ્ડર્સ, એન્ટરટેઈનર્સ, વક્તાઓ, સ્પોન્સર્સ અને શુભેચ્છકોને આભારી છે. એશિયન વિમેન કેન્સર ગ્રૂપ વિવિધ કોમ્યુનિટીના આરોગ્ય અને સ્વાસ્થ્ય કલ્યાણને સુધારવા, આરોગ્યપ્રદ જીવનશૈલીને ઉત્તેજન આપવા, વેળાસર નિદાન તેમજ કેન્સરગ્રસ્તોને આશા અને સપોર્ટ આપવા પ્રતિબદ્ધ છે. જો તમે કોઈ કેન્સરના દર્દીને જાણતા હો અને તેમને સપોર્ટ, મિત્રતા અને માર્ગદર્શનથી લાભ થઈ શકતો હોય તો AWCG તરફ અંગૂલિનિર્દેશ કરતા જરા પણ ખચકાશો નહિ. કોઈએ પણ એકલા રહીને કેન્સરનો સામનો કરવાની જરૂર નથી. વધુ માહિતી અથવા સપોર્ટ માટે રોહિણીબહેન (07968 386798) અને વિનાક્ષીબહેન (07503 626712)નો સંપર્ક કરી શકાશે.

ધ એશિયન વિમેન કેન્સર ગ્રૂપ દ્વારા હેલ્થ એન્ડ વેલબીઈંગ અવેરનેસ ડે ઉજવાયો
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.