પાટણની રાણીની વાવના 3D પ્રોજેક્શન મેપિંગ-શોને મળ્યો ગોલ્ડ એવોર્ડ

પાટણની રાણીની વાવના 3D પ્રોજેક

પાટણસ્થિત વિશ્વવિખ્યાત ઐતિહાસિક ધરોહર રાણીની વાવ ખાતે રજૂ કરાતા 3D પ્રોજેક્શન મેપિંગ શોને આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી ઓળખ મળી છે. એશિયા કક્ષાના પ્રતિષ્ઠિત 17મા WOW એવોર્ડ્સ 2026માં આ શોને સર્વોચ્ચ ‘ગોલ્ડ એવોર્ડ’ એનાયત કરાયો છે. ગુજરાતના ઐતિહાસિક વારસા અને સાંસ્કૃતિક ગૌરવને આધુનિક ટેક્નોલોજી દ્વારા જીવંત રીતે રજૂ કરવાના પ્રયાસોને વૈશ્વિક મંચ પર મળેલું આ મહત્ત્વપૂર્ણ સન્માન મનાય છે.

ઊંઝાઃ પાટણસ્થિત વિશ્વવિખ્યાત ઐતિહાસિક ધરોહર રાણીની વાવ ખાતે રજૂ કરાતા 3D પ્રોજેક્શન મેપિંગ શોને આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી ઓળખ મળી છે. એશિયા કક્ષાના પ્રતિષ્ઠિત 17મા WOW એવોર્ડ્સ 2026માં આ શોને સર્વોચ્ચ ‘ગોલ્ડ એવોર્ડ’ એનાયત કરાયો છે. ગુજરાતના ઐતિહાસિક વારસા અને સાંસ્કૃતિક ગૌરવને આધુનિક ટેક્નોલોજી દ્વારા જીવંત રીતે રજૂ કરવાના પ્રયાસોને વૈશ્વિક મંચ પર મળેલું આ મહત્ત્વપૂર્ણ સન્માન મનાય છે.
ટેક્નોલોજીથી સનાતનની આકર્ષક પ્રસ્તુતિ
ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા રાજ્યના ઐતિહાસિક વારસાને વૈશ્વિક ઓળખ અપાવવા સતત નવી પહેલ કરાઈ રહી છે. તેના ભાગરૂપે રાણીની વાવ ખાતે શરૂ કરાયેલા 3D પ્રોજેક્શન મેપિંગ શોમાં ગુજરાતની સનાતન વાર્તાઓ, ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાને નવીનતા, સર્જનાત્મકતા તથા અદ્યતન ડિજિટલ ટેક્નોલોજીના માધ્યમથી રજૂ કરાય છે. પ્રવાસીઓને અનોખો અને યાદગાર અનુભવ કરાવતી આ રજૂઆતને જ WOW એવોર્ડ્સમાં ગોલ્ડ એવોર્ડથી નવાજાઈ છે.

પાટણની રાણીની વાવના 3D પ્રોજેક
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.