બર્મિંગહામ જૈન આશ્રમની ગોલ્ડન જ્યુબિલી ઉજવાઈ

પ્રેસિડેન્ટ ડો. કામિની જૈન અને અન્ય સભ્યો સાથે નીતિનભાઈ મહેતા (ડાબેથી પ્રથમ)
શનિવાર 11 જુલાઈ 2026ના રોજ બર્મિંગહામ જૈન આશ્રમ દ્વારા તેની સ્થાપનાના 50 વર્ષ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી. આ ઈવેન્ટ વાસ્તવમાં અવિસ્મરણીય બની રહ્યો હતો. જૈન સાધુ આચાર્ય સુશીલ કુમાર મહારાજના આશીર્વાદ સાથે 1946માં આશ્રમની સ્થાપના થઈ હતી. આ સમયે ઈસ્ટ આફ્રિકા અને ભારતથી આવેલા થોડા પરિવારો તેના સભ્ય બન્યા હતા. સમયાંતરે આશ્રમ જૈન પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની રહેલ છે.
બર્મિંગહામઃ શનિવાર 11 જુલાઈ 2026ના રોજ બર્મિંગહામ જૈન આશ્રમ દ્વારા તેની સ્થાપનાના 50 વર્ષ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી. આ ઈવેન્ટ વાસ્તવમાં અવિસ્મરણીય બની રહ્યો હતો. જૈન સાધુ આચાર્ય સુશીલ કુમાર મહારાજના આશીર્વાદ સાથે 1946માં આશ્રમની સ્થાપના થઈ હતી. આ સમયે ઈસ્ટ આફ્રિકા અને ભારતથી આવેલા થોડા પરિવારો તેના સભ્ય બન્યા હતા. સમયાંતરે આશ્રમ જૈન પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની રહેલ છે.
દાયકાઓથી અરવિન્દર જૈને આશ્રમને જૈન સાધુઓ અને સાધ્વીજીઓ નિયમિત મુલાકાત લેતાં હોય તેવું પ્રસિદ્ધ જૈન કેન્દ્ર બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી છે. આજે આ આશ્રમ સેંકડો જૈનો માટે પૂજાનું સ્થળ બની ગયું છે. ગત 25 વર્ષથી ભારતથી જૈનોના આગમન સાથે આશ્રમ વિવિધ પ્રવૃત્તિઓથી ધમધમી ઉઠ્યો છે. બિહાર, રાજસ્થાન, પંજાબ, ગુજરાત તેમજ ભારતના અન્ય ઘણા રાજ્યોમાંથી આવેલા જૈનો સંસ્થાના સક્રિય સભ્ય છે. અહીં વિવિધ પ્રવૃત્તિઓમાં એક બાળકો માટે જૈન વર્ગોની પ્રવૃત્તિ છે જે પાઠશાળા નામે પ્રસિદ્ધ છે. યુવા અને સમર્પિત સન્નારી ધારા કેન્થ અહીં શિક્ષિકા છે.
યુનાઈટેડ સ્ટેટ્સના જૈનો દ્વારા મોટા પાયા પરના દાન થકી યુનિવર્સિટી ઓફ બર્મિંગહામ દ્વારા ચેર ઓફ ભગવાન ધર્મનાથ સેન્ટર ફોર જૈન સ્ટડીઝની સ્થાપના કરવામાં આવી છે. ડો. મેરી-હેલેન ગોરિસ્સે જૈન સ્ટડીઝના આસિસ્ટન્ટ પ્રોફેસર છે જ્યારે ડો. અરેટી થીઓ ફિલોપોઉલોઉ (એથિક્સ ઓફ નોન-વાયોલેન્સમાં આસિસ્ટન્ટ પ્રોફેસર) અને જિનેશ શેઠ (પોસ્ટ-ડોક્ટરલ રિસર્ચ ફેલો) અહીં કાર્યરત છે.
આશ્રમના પ્રેસિડેન્ટ ડો. કામિની જૈન અને તેમના કમિટી સભ્યોએ નૃત્યો, સ્કિટ્સ અને ભજનોનું અદ્ભૂત આયોજન કર્યું હતું. માન્ચેસ્ટર, લેસ્ટર, કોવેન્ટ્રી, ડડલી, લંડન અને અન્ય સ્થળોએથી જૈનોએ તેમાં ભાગ લીધો હતો. મેં મારા સંબોધનમાં જણાવ્યું હતું કે યુકેમાં આશરે 45,000 જૈનો વસે છે, પરંતુ મારા માટે તો જેઓ કદી, માંસ, માછલી અને ઈંડા ખાતા નથી તેઓ પણ જૈન જ છે! આથી, આપણી સંખ્યા તો લાખોમાં થવા જાય છે!
