ભારત-ન્યૂઝીલેન્ડ વર્ષ 2030 સુધી વેપાર બમણો કરી રૂ. 35 હજાર કરોડ પહોંચાડશે

ભારત-ન્યૂઝીલેન્ડ વર્ષ 2030 સુધી

ત્રણ દેશોના સત્તાવાર પ્રવાસના અંતિમ તબક્કામાં ન્યૂઝીલેન્ડ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂઝીલેન્ડના પીએમ ક્રિસ્ટોફર લક્સન સાથે મંત્રણા કરી હતી. બંને દેશોના વડાએ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા ઉપરાંત 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણો કરી રૂ. 35,000 કરોડ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. ન્યૂઝીલેન્ડે પણ આગામી 15 વર્ષમાં ભારતમાં 20 અબજ અમેરિકન ડોલરનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી, આ ઉપરાંત બંને દેશોએ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનની વિસ્તારવાદી નીતિને ખાળવા આ પ્રદેશની સુરક્ષા સુનિશ્ચિત કરવા પણ ચર્ચા કરી હતી. બંને દેશોના વડા વચ્ચે 10 કરારો સહિત 18 બાબતો પર સમજૂતી થઈ હતી. જે અંતર્ગત નક્કી કરાયેલાં ચાર વર્ષના રોડમેપમાં હાઇડ્રોગ્રાફિક ડેટા શેરિંગ, પરસ્પર નેવલ લોજિસ્ટિક્સની વહેંચણી તથા ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં દરિયાઈ હાજરી વધારવા જેવા ત્રણ મુદ્દા પર સહમતી સધાઈ હતી.

નવી દિલ્હીઃ ત્રણ દેશોના સત્તાવાર પ્રવાસના અંતિમ તબક્કામાં ન્યૂઝીલેન્ડ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂઝીલેન્ડના પીએમ ક્રિસ્ટોફર લક્સન સાથે મંત્રણા કરી હતી. બંને દેશોના વડાએ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા ઉપરાંત 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણો કરી રૂ. 35,000 કરોડ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. ન્યૂઝીલેન્ડે પણ આગામી 15 વર્ષમાં ભારતમાં 20 અબજ અમેરિકન ડોલરનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી, આ ઉપરાંત બંને દેશોએ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનની વિસ્તારવાદી નીતિને ખાળવા આ પ્રદેશની સુરક્ષા સુનિશ્ચિત કરવા પણ ચર્ચા કરી હતી. બંને દેશોના વડા વચ્ચે 10 કરારો સહિત 18 બાબતો પર સમજૂતી થઈ હતી. જે અંતર્ગત નક્કી કરાયેલાં ચાર વર્ષના રોડમેપમાં હાઇડ્રોગ્રાફિક ડેટા શેરિંગ, પરસ્પર નેવલ લોજિસ્ટિક્સની વહેંચણી તથા ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં દરિયાઈ હાજરી વધારવા જેવા ત્રણ મુદ્દા પર સહમતી સધાઈ હતી.
ભારત વૈશ્વિક વૃદ્ધિ માટેનું લોન્ચ પેડઃ મોદી
ન્યૂઝીલેન્ડની કંપનીઓ તથા રોકાણકારો ભારતમાં રોકાણ માટેનું આહવાન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારત માત્ર એક વિશાળ બજાર નથી, પરંતુ વૈશ્વિક વૃદ્ધિનું લોન્ચ પેડ છે. અહીં ન્યૂઝીલેન્ડના ટોચના ઉધોગપતિઓ સાથેની બેઠક દરમિયાન પીએમ મોદીએ જણાવ્યું હતું કે, બંને દેશો વચ્ચે થયેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી બંને દેશોને એકબીજાના વિશાળ બજારોનો લાભ મળવાની સાથે જ રોકાણમાં વૃદ્ધિ થશે.
FTA મહત્ત્વનો માઇલસ્ટોનઃ મોદી
ભારતનાં પીએમ મોદીએ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)ને બંને દેશો વચ્ચેનાં સંબંધો માટે એક માઇલ સ્ટોન ગણાવતાં લક્સનનો આભાર માન્યો હતો. ઓકલેન્ડમાં પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીતમાં પીએમ મોદીએ કહ્યું હતું કે 40 વર્ષ પછી કોઈ ભારતીય પીએમનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ બંને દેશોનાં સંબંધોમાં નવી ઊર્જા લઈને આવ્યો છે. આ મુલાકાત ભાગીદારીને વધારે મજબૂત કરવાની પ્રતિબદ્ધતાને દોહરાવે છે. પીએમ મોદી અને ન્યૂઝીલેન્ડનાં પીએમ લક્સન વચ્ચેની દ્વિપક્ષીય મંત્રણામાં 28 મહત્ત્વનાં કરાર કરવામાં આવ્યા હતા. FTA હેઠળ ન્યૂઝીલેન્ડ આગામી 15 વર્ષમાં ભારતમાં 20 અબજ અમેરિકન ડોલરનું રોકાણ કરશે. મોદીએ કહ્યું કે મને આનંદ છે કે 40 વર્ષ પછી કોઈ ભારતીય પીએમ ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કરી રહ્યા છે. આપના દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરીને ભારત અને ન્યૂઝીલેન્ડનાં સંબંધોને નવી તાકાત આપવામાં આવી છે.

ભારત-ન્યૂઝીલેન્ડ વર્ષ 2030 સુધી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.