ભારતીય મહિલા ટીમે લોર્ડ્સમાં ઇતિહાસ સર્જ્યો

ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમે ફરી એક વાર પોતાની સર્વોપરિતા પુરવાર કરી દેતાં સોમવારે ઇતિહાસ રચ્યો છે. હરમનપ્રિત કૌરની ટીમે ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલી પહેલી વિમેન્સ ક્રિકેટ ટેસ્ટમાં યજમાન ઇંગ્લેન્ડને 270 રનના વિશાળ અંતરથી હરાવી હતી. આ સાથે લોર્ડ્સ ખાતે ટેસ્ટ જીતનારી ભારતીય ટીમ પ્રથમ મહિલા ટીમ બની હતી તો આ જ મેચમાં ભારતની યાસ્તિકા ભાટીયાએ સદી ફટકારી હતી અને આવી સિદ્ધિ મેળવનારી વિશ્વની પ્રથમ વિમેન્સ ક્રિકેટર બની હતી.

લંડનઃ ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમે ફરી એક વાર પોતાની સર્વોપરિતા પુરવાર કરી દેતાં સોમવારે ઇતિહાસ રચ્યો છે. હરમનપ્રિત કૌરની ટીમે ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલી પહેલી વિમેન્સ ક્રિકેટ ટેસ્ટમાં યજમાન ઇંગ્લેન્ડને 270 રનના વિશાળ અંતરથી હરાવી હતી. આ સાથે લોર્ડ્સ ખાતે ટેસ્ટ જીતનારી ભારતીય ટીમ પ્રથમ મહિલા ટીમ બની હતી તો આ જ મેચમાં ભારતની યાસ્તિકા ભાટીયાએ સદી ફટકારી હતી અને આવી સિદ્ધિ મેળવનારી વિશ્વની પ્રથમ વિમેન્સ ક્રિકેટર બની હતી.
ભારતની ઝડપી બોલર ક્રાંતિ ગૌડે મેચમાં સાત વિકેટ ખેરવી હતી અને તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાઈ હતી. આ મેચ નિહાળવા ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે અને આઇસીસીના ચેરમેન જય શાહે હાજરી આપી હતી અને આ ઐતિહાસિક સિદ્ધિના સાક્ષી બન્યા હતા. પ્રથમ દાવમાં સરસાઈ હાંસલ કર્યા બાદ ભારતે ટેસ્ટ જીતવા માટે ઇંગ્લેન્ડ સામે 457 રનનો તોતિંગ ટારગેટ રજૂ કર્યો હતો જેની સામે સોમવારે લંચ સમયના થોડા સમય અગાઉ જ ઇંગ્લેન્ડ વિમેન્સ ટીમ 186 રનના સ્કોરમાં આઉટ થઈ ગઈ હતી. ચોથા દિવસે સવારના સત્રમાં જીત માટે ભારતને માત્ર ચાર વિકેટની જરૂર હતી ત્યારે ઇંગ્લેન્ડે થોડો પ્રતિકાર કર્યો હતો. ખાસ કરીને સોફી એકલેસ્ટને મક્કમતાપૂર્વક અડધી સદી ફટકારી હતી. તેણે 66 બોલમાં 50 રન ફટકાર્યા હતા જેમાં છ ચોગ્ગા સામેલ હતા. એક્લેસ્ટનને અંતિમ વિકેટો માટે એમી જોન્સ, ઇસ્સી વોંગ અને લૌરન ફિલરે મહત્વનો ટેકો આપ્યો હતો. તેમાંય અંતિમ વિકેટ માટે એકલેસ્ટન અને ફિલરે આઠ ઓવર સુધી બેટિંગ કરી હતી અને ભારતીય બોલર્સને લડત આપી હતી. છેલ્લે સ્નેહ રાણાએ ભારતને અંતિમ સફળતા અપાવી હતી. ભારત માટે સ્નેહ રાણાએ 42 રનમાં ચાર વિકેટ લીધી હતી તો સયાલી સાટઘરે, ક્રાંતિ ગૌડ અને દિપ્તી શર્માએ બે બે વિકેટ લીધી હતી. ક્રાંતિ ગૌડે પ્રથમ દાવમાં પાંચ વિકેટ લીધી હતી. આમ તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાઈ હતી.

ક્રાંતિ ગૌડઃ વિશ્વની સૌથી ખતરનાક બોલર

બાળપણમાં જ્યારે છોકરીઓ ક્રિકેટ ઓછું રમતી હતી, ત્યારે ક્રાંતિએ એક અનોખો જુગાડ શોધ્યો હતો. તે છોકરાઓની મેચ ચાલતી હોય ત્યાં નજીક જઈને ઊભી રહી જતી હતી. છોકરાઓ જાણીજોઈને દડો ક્રાંતિ તરફ ફેંકતા જેથી તેણે દડો ઉપાડવો પડે. હવે એ જ ક્રાંતિ વિશ્વની સૌથી ખતરનાક બોલરોમાંની એક છે. 2017માં જ્યારે ક્રાંતિ ગૌડ છતરપુરની ‘સાઈ’ (સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા - SAI) એકેડેમી પહોંચી, ત્યારે તેની પાસે જૂના સ્પોર્ટ્સ શૂઝ હતા. ઘરની આર્થિક સ્થિતિ એવી નહોતી કે નવા શુઝ ખરીદી શકાય.
એક દિવસ કોચ રાજીવ બિલ્થારેની નજર તેના જૂના શુઝ પર પડી. તેમણે પોતાના ખિસ્સામાંથી 1600 રૂપિયા આપીને ક્રાંતિના હાથમાં મૂકી દીધા અને કહ્યું - ‘જઈને ખરીદી લે’. ક્રાંતિ જ્યારે પહેલીવાર લાલ રંગના શુઝ લઈને ઘરે પહોંચી તો કલાકો સુધી તેને નિહાળતી રહી.

ભારતીય મહિલા ટીમે લોર્ડ્સમાં ઇતિહાસ સર્જ્યો
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.