યુવાનોમાં વેપિંગના વધતા ચલણ સામે સરકારનું આકરું વલણ

યુવાનોમાં વેપિંગના વધતા ચલણ સામે સરકારનું આકરું વલણ

સરકારે બાળકો અને કિશોરોમાં વેપિંગના વધતા ક્રેઝને ડામવા મોટો નિર્ણય લીધો છે. સરકાર વેપના રંગબેરંગી પેકેજિંગ, બાળકોને આકર્ષતી બ્રાન્ડિંગ અને ચોકલેટ, મિઠાઇ કે કોકટેલ આધારિત ફ્લેવર્સના નામો પર સંપુર્ણ પ્રતિબંધ મૂકવાની યોજના બનાવી રહી છે. 

લંડનઃ સરકારે બાળકો અને કિશોરોમાં વેપિંગના વધતા ક્રેઝને ડામવા મોટો નિર્ણય લીધો છે. સરકાર વેપના રંગબેરંગી પેકેજિંગ, બાળકોને આકર્ષતી બ્રાન્ડિંગ અને ચોકલેટ, મિઠાઇ કે કોકટેલ આધારિત ફ્લેવર્સના નામો પર સંપુર્ણ પ્રતિબંધ મૂકવાની યોજના બનાવી રહી છે. સરકારે આ કવાયત અંતર્ગત 'ટોબેકો એન્ડ વેપ્સ એક્ટ' હેઠળ જનતાનો અભિપ્રાય માગ્યો છે.  સરકારનો ઉદ્દેશ યુવાનોમાં વેપિંગના આકર્ષણને ઘટાડવાનો છે અને બીજી તરફ સિગારેટ છોડવા માંગતા પુખ્ત વયના ધૂમ્રપાન કરનારાઓ માટે આ ઉત્પાદનો સરળતાથી ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરવાનો પણ છે.

હેલ્થ સેક્રેટરી જેમ્સ મુરેએ જણાવ્યું હતું કે, આ પગલાંનો મુખ્ય હેતુ આકર્ષક પેકેજિંગ અને માર્કેટિંગ દ્વારા બાળકોને નિકોટિન તરફ આકર્ષાતા રોકવાનો છે. વિવિધ ફ્લેવર્સ, આકર્ષક રંગો અને આક્રમક માર્કેટિંગથી પ્રેરાઈને મોટી સંખ્યામાં યુવાનો વેપિંગ તરફ વળી રહ્યા છે. વેપિંગ સિગારેટ કરતાં ઓછું હાનિકારક છે અને તે પુખ્ત વયના લોકોને ધૂમ્રપાન છોડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે પરંતુ બાળકોને આકર્ષે તે રીતે તેની ડિઝાઇન કે માર્કેટિંગ ક્યારેય ન થવું જોઈએ.

નવા પ્રસ્તાવિત નિયમો

1 વેપ ઉત્પાદનોને કડક બ્રાન્ડિંગ નિયમો સાથે માત્ર પ્લેઈન પેકેજિંગમાં જ વેચી શકાશે.

2 ઉત્પાદકો આકર્ષક નામોને બદલે માત્ર સરળ ફ્લેવરના નામ જ વાપરી શકશે.

3 સિગારેટની જેમ જ રિટેલ દુકાનોમાં પણ વેપને ગ્રાહકોની સીધી નજરે ન પડે તે રીતે રાખવા ફરજ પડાશે

યુવાનોમાં વેપિંગના વધતા ચલણ સામે સરકારનું આકરું વલણ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.