લેસ્ટરને ચ્યુઇંગ ગમ અને ગંદકીમુક્ત બનાવવા અભિયાન, 11 મિલિયન પાઉન્ડની ફાળવણી

લેસ્ટરને ચ્યુઇંગ ગમની સમસ્યાથી મુક્ત કરવા અને સમગ્ર વિસ્તારને વધુ સ્વચ્છ, હરિયાળો અને સુરક્ષિત બનાવવા મેયર સર પીટર સોલ્સબીએ 11 મિલિયન પાઉન્ડના વિશેષ પેકેજની જાહેરાત કરી છે. .

લંડનઃ લેસ્ટરને ચ્યુઇંગ ગમની સમસ્યાથી મુક્ત કરવા અને સમગ્ર વિસ્તારને વધુ સ્વચ્છ, હરિયાળો અને સુરક્ષિત બનાવવા મેયર સર પીટર સોલ્સબીએ 11 મિલિયન પાઉન્ડના વિશેષ પેકેજની જાહેરાત કરી છે. .

સ્ટ્રીટની સફાઈ વ્યવસ્થા મજબૂત કરવા 18 નવા સફાઈ કર્મચારીઓની ભરતી માટે 6,50,000 પાઉન્ડનો ખર્ચ કરાશે. રસ્તા સાફ કરવા માટેના ચાર નવા અત્યાધુનિક સ્વીપિંગ મશીનો પાછળ 7,40,000 પાઉન્ડ ખર્ચવામાં આવશે. ગટરોની સફાઈ માટે 3,00,000 પાઉન્ડ અનામત રાખવામાં આવ્યા છે. ફ્લાય ટિપીંગ અટકાવવા માટે દોઢ લાખ પાઉન્ડ અને ગ્રેફિટી તથા ચ્યુઇંગ ગમના નિકાલ માટે 1,40,000 પાઉન્ડ ખર્ચાશે. મેયર સોલ્સબીએ ફૂટપાથ પર ચોંટી રહેતી ચ્યુઇંગ ગમને શહેર માટે મોટો અભિશાપ સમાન ગણાવી હતી.

લેસ્ટરને ચ્યુઇંગ ગમ અને ગંદકીમુક્ત બનાવવા અભિયાન, 11 મિલિયન પાઉન્ડની ફાળવણી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.