લોવેલ ઓબ્ઝર્વેટરીમાં બ્રહ્માંડ દર્શન કરતા સ્વામી માધવપ્રિયદાસજી
અમદાવાદ સ્થિત અગ્રણી શિક્ષણ સંસ્થાન એસજીવીપી - છારોડીના વડા પૂ. માધવપ્રિયદાસજીએ તાજેતરમાં અમેરિકામાં વિચરણ દરમિયાન એરિઝોના સ્ટેટમાં આવેલી વિખ્યાલ લોવેલ ઓબ્ઝર્વેટરીની મુલાકાત લઇને બ્રહ્માંડ દર્શનનો લ્હાવો લીધો હતો.
અમદાવાદ સ્થિત અગ્રણી શિક્ષણ સંસ્થાન એસજીવીપી - છારોડીના વડા પૂ. માધવપ્રિયદાસજીએ તાજેતરમાં અમેરિકામાં વિચરણ દરમિયાન એરિઝોના સ્ટેટમાં આવેલી વિખ્યાલ લોવેલ ઓબ્ઝર્વેટરીની મુલાકાત લઇને બ્રહ્માંડ દર્શનનો લ્હાવો લીધો હતો. સ્વામીજી કહે છે કે વિશાળ ટેલિસ્કોપથી અભિજિત નક્ષત્રના દર્શન કરવાનો અનુભવ ખૂબ જ રોમાંચક હતો. અહીંના વિશાળ એક્ઝિબિશન હોલમાં વિરાટકાય પરદા પર પૂરા બ્રહ્માંડમાં ભ્રમણ કરવાનો આનંદ યાદગાર હતો. ઓબ્ઝર્વેટરીની આ મુલાકાત વેળા તેમની સાથે અમેરિકાના ફિનિક્સના સુપ્રસિદ્ધ ડોકટર તુષાર ગોહેલ, રવિ પીઠડિયા, મહેશ પટેલ સહિતના યુવાનો જોડાયા હતા.
