વડોદરાની ઢાઢર નદીમાં 11 મગરનું ઝુંડ દેખાયું
ચોમાસું શરૂ થતાં જ વડોદરામાં નદીકાંઠા વિસ્તારમાં મગરોએ દેખા દેવાની શરૂઆત કરી છે. શહેરના તાંદલજા અને વાસણા-ભાયલી રોડ પર 2 મગર જોવા મળ્યા હતા, જ્યારે ઢાઢર નદીમાં એકસાથે 11 મગરનું ઝુંડ જોવા મળતાં લોકોમાં ડર ફેલાયો છે. નદીકાંઠા વિસ્તારમાં મગરો દેખાતાં લોકો અને પશુપાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. પાદરા-કરજણ રોડ પર કોઠવાડા ગામ પાસે ઢાઢર નદીમાં એકસાથે 11 મગરોનું ઝુંડ જોવા મળતાં લોકોનાં ટોળાં ઊમટ્યાં હતાં.
વડોદરાઃ ચોમાસું શરૂ થતાં જ વડોદરામાં નદીકાંઠા વિસ્તારમાં મગરોએ દેખા દેવાની શરૂઆત કરી છે. શહેરના તાંદલજા અને વાસણા-ભાયલી રોડ પર 2 મગર જોવા મળ્યા હતા, જ્યારે ઢાઢર નદીમાં એકસાથે 11 મગરનું ઝુંડ જોવા મળતાં લોકોમાં ડર ફેલાયો છે. નદીકાંઠા વિસ્તારમાં મગરો દેખાતાં લોકો અને પશુપાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. પાદરા-કરજણ રોડ પર કોઠવાડા ગામ પાસે ઢાઢર નદીમાં એકસાથે 11 મગરોનું ઝુંડ જોવા મળતાં લોકોનાં ટોળાં ઊમટ્યાં હતાં.
