સાઉથ આફ્રિકન દેખાવકારોએ વિદેશી માઈગ્રન્ટ્સને ઘરમાંથી બહાર કાઢ્યા

સાઉથ આફ્રિકન દેખાવકારોએ વિદેશી માઈગ્રન્ટ્સને ઘરમાંથી બહાર કાઢ્યા

ઈમિગ્રેશનવિરોધી સાઉથ આફ્રિકન્સ જૂથોએ જોહાનિસબર્ગમાં રહેતા વિદેશીઓને તેમના ઘરમાંથી પકડી પોલીસને સુપરત કર્યા હતા. જોહાનિસબર્ગના એલેકઝાન્ડ્રા ટાઉનશિપમાં દેખાવકારો ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ છુપાયેલા હોવાનું માનવા સાથે બારણા તોડી ઘરમાં ઘૂસી જતા દેખાયા હતા. દેખાવોના કારણે કોમ્યુનિટીઓમાં ડર ફેલાયો છે અને કેટલાક દેશો સાથે સંબંધોમાં પણ તણાવ આવ્યો છે.

જોહાનિસબર્ગઃ ઈમિગ્રેશનવિરોધી સાઉથ આફ્રિકન્સ જૂથોએ જોહાનિસબર્ગમાં રહેતા વિદેશીઓને તેમના ઘરમાંથી પકડી પોલીસને સુપરત કર્યા હતા. જોહાનિસબર્ગના એલેકઝાન્ડ્રા ટાઉનશિપમાં દેખાવકારો ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ છુપાયેલા હોવાનું માનવા સાથે બારણા તોડી ઘરમાં ઘૂસી જતા દેખાયા હતા. દેખાવોના કારણે કોમ્યુનિટીઓમાં ડર ફેલાયો છે અને કેટલાક દેશો સાથે સંબંધોમાં પણ તણાવ આવ્યો છે.

દેખાવકારો દ્વારા પકડાયેલા ઝિમ્બાબ્વેના એક નાગરિકે જણાવ્યું હતું કે તે દેશમાં કાયદેસર રહે છે અને ઝિમ્બાબ્વીઅન એક્ઝેમ્પ્શન પરમિટ (ZEP) ધરાવે છે, જેના હેઠળ હજારો નાગરિકોને સાઉથ આફ્રિકામાં રહેવા અને કામ કરવાની પરવાનગી અપાય છે. સોવેટોમાં ઈમિગ્રેશનવિરોધી દેખાવકારો લાકડીઓ અને ધ્વજ લઈને ગેરકાયદે વસાહતીઓની શોધમાં લાગ્યા હતા. દેખાવકારોએ શાંતિપૂર્ણ કૂચ પણ કરી હતી. સાઉથ આફ્રિકામાં લાખો લોકો બેરોજગાર હોવાથી વિદેશી કામદારો પ્રત્યે રોષ ફાટી નીકળ્યો છે અને 30 જૂન સુધી વિદેશી ઈમિગ્રન્ટ્સને દેશ છોડી જવાની ચેતવણી અપાઈ હતી. દેશભરમાં દર ગુરુવારે દેખાવો યોજવામાં આવનાર છે.

સાઉથ આફ્રિકાના પ્રેસિડેન્ટ સીરિલ રામફોસાએ વિદેશી ઈમિગ્રન્ટ્સને નિશાન બનાવવા તેમજ ઈમિગ્રેશન એન્ફોર્સમેન્ટ પોતાના હાથમાં લેવા સામે દેશના નાગરિકોને ચેતવણી આપી છે. પોલીસે દેખાવોને ધ્યાનમાં લઈ વણનોંધાયેલા ઈમિગ્રન્ટ્સની ધરપકડો વધારી દીધી છે. દરમિયાન, માલાવી સરકારના જણાવ્યા અનુસાર તેના 38,000થી વધુ નાગરિકો સાઉથ આફ્રિકાથી પરત આવ્યા છે. બીજી તરફ, 60,000થી વધુ લોકો પડોશના ઝિમ્બાબ્વેમાં પહોંચ્યા છે.

સાઉથ આફ્રિકન દેખાવકારોએ વિદેશી માઈગ્રન્ટ્સને ઘરમાંથી બહાર કાઢ્યા
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.