G-7 સમિટમાં મોદી-ટ્રમ્પની મુલાકાત છવાઇઃ 16 મહિના બાદ મળ્યા

G-7 સમિટમાં મોદી-ટ્રમ્પની મુલાક

ફ્રાન્સના યજમાનપદે યોજાયેલી G-7 સમિટમાં સભ્ય દેશો ઉપરાંત આમંત્રિત રાષ્ટ્રોના વડાની ઉપસ્થિતિ ઉડીને આંખે વળગતી હતી, પરંતુ સહુની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર મંડાયેલી હતી. પ્રમુખ ટ્રમ્પ ઇરાન સાથેના શાંતિ કરારના લીધે સમાચારમાં હતા તો મોદી ભારતના સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા વડાપ્રધાન તરીકેનો વિક્રમ સર્જીને ફ્રાન્સ પહોંચ્યા હતા. બન્ને રાષ્ટ્ર નેતાઓ વચ્ચે મંગળવારે સમિટ દરમિયાન ગણતરીની મિનિટો માટે પણ ઉષ્માપૂર્ણ મુલાકાત યોજાઇ હતી.

એવિયન (ફ્રાન્સ)ઃ ફ્રાન્સના યજમાનપદે યોજાયેલી G-7 સમિટમાં સભ્ય દેશો ઉપરાંત આમંત્રિત રાષ્ટ્રોના વડાની ઉપસ્થિતિ ઉડીને આંખે વળગતી હતી, પરંતુ સહુની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર મંડાયેલી હતી. પ્રમુખ ટ્રમ્પ ઇરાન સાથેના શાંતિ કરારના લીધે સમાચારમાં હતા તો મોદી ભારતના સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા વડાપ્રધાન તરીકેનો વિક્રમ સર્જીને ફ્રાન્સ પહોંચ્યા હતા. બન્ને રાષ્ટ્ર નેતાઓ વચ્ચે મંગળવારે સમિટ દરમિયાન ગણતરીની મિનિટો માટે પણ ઉષ્માપૂર્ણ મુલાકાત યોજાઇ હતી.
બંને નેતાઓએ લગભગ પાંચેક મિનિટ સુધી વાતચીત કરી હતી. મીટિંગમાં બંને એકસાથે બેઠેલા જોવા મળ્યા. આ મુલાકાત 16 મહિના પછી થઈ છે. વડાપ્રધાન અને અમેરિકી રાષ્ટ્રપતિ G-7 આઉટરીચ સેશનમાં પણ સાથે બેઠેલા જોવા મળ્યા. આ પહેલા બંનેની છેલ્લી મુલાકાત ફેબ્રુઆરી 2025માં વ્હાઇટ હાઉસમાં થઈ હતી.
એક રિપોર્ટ અનુસાર, બંને નેતાઓ બુધવાર - 17 જૂને સાંજે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ મુદ્દે ચર્ચા કરે તેવી શક્યતા છે. વ્હાઇટ હાઉસ અનુસાર ભારત-અમેરિકા વચ્ચે ટેરિફ, રોકાણ અને વ્યૂહાત્મક ભાગીદારી સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.
અમે દુનિયાને પરિવાર માનીએ છીએઃ મોદી
G-7 સમિટને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આજની દુનિયા પહેલાં કરતાં ક્યાંય વધારે એકબીજા સાથે જોડાયેલી અને એકબીજા પર નિર્ભર છે. પરંતુ, ભાગીદારી ત્યારે જ સફળ થઈ શકે છે જ્યારે વિશ્વાસ પર આધારિત હોય. પરસ્પર વિશ્વાસ સૌથી મહત્વપૂર્ણ વ્યૂહાત્મક સંપત્તિ છે. દુઃખની વાત છે કે આજની દુનિયામાં સંસાધનોની નહીં, પરંતુ વિશ્વાસની કમી છે. આપણી ભાગીદારીનું ભવિષ્ય આ જ વિશ્વાસને ફરીથી સ્થાપિત કરવા પર નિર્ભર કરે છે.
મોદીએ કહ્યું હતું કે ભારતમાં અમે દુનિયાને પરિવાર માનીએ છીએ. અનુભવ દર્શાવે છે કે વિકાસ ત્યારે જ અસરકારક હોય છે જ્યારે તે લોકોની આકાંક્ષા સાથે જોડાયેલો હોય. આ જ સિદ્ધાંત આપણી આંતરરાષ્ટ્રીય ભાગીદારીનો આધાર છે. ભારતનું માનવું છે કે ભાગીદારીની સાચી કસોટી એ નથી કે આપણે બીજા માટે શું બનાવીએ છીએ, પરંતુ તે એ છે કે આપણે બીજાઓને પોતાના માટે કંઈક બનાવવામાં કેવી રીતે સક્ષમ બનાવીએ છીએ. તેમણે કહ્યું હતું કે ગ્લોબલ સાઉથને દુનિયા પાસેથી ઘણી અપેક્ષા છે. તેને ફક્ત સમર્થન નહીં, પરંતુ ભાગીદારી જોઈએ છે. આપણે લેણદેણની વિચારસરણીથી આગળ વધીને સમાન ભાગીદાર તરીકે કામ કરવું જોઈએ.

G-7 સમિટમાં મોદી-ટ્રમ્પની મુલાક
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.