અને આમિર-પુત્રને બાજુમાં ધકેલી દેવાયો!

અને આમિર-પુત્રને બાજુમાં ધકેલ

સુપરસ્ટાર આમિર ખાનની આઇકોનિક ફિલ્મ ‘લગાન’ અને તેમના પ્રોડક્શન હાઉસને 25 વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં તાજેતરમાં એક શાનદાર સેલિબ્રેશન પાર્ટી યોજાઇ હતી. આ ખાસ પ્રસંગે બોલિવૂડના અનેક દિગ્ગજ સિતારાઓએ હાજરી આપી હતી.

સુપરસ્ટાર આમિર ખાનની આઇકોનિક ફિલ્મ ‘લગાન’ અને તેમના પ્રોડક્શન હાઉસને 25 વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં તાજેતરમાં એક શાનદાર સેલિબ્રેશન પાર્ટી યોજાઇ હતી. આ ખાસ પ્રસંગે બોલિવૂડના અનેક દિગ્ગજ સિતારાઓએ હાજરી આપી હતી. પરંતુ, આ ભવ્ય ઇવેન્ટ દરમિયાન બનેલી એક ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થયો છે, જેમાં સલમાન ખાન અને આમિર ખાનનો પુત્ર જુનૈદ ખાન ચર્ચાના કેન્દ્રમાં છે.
વાઈરલ વીડિયોમાં જોવા મળે છે તેમ સલમાન કડક સુરક્ષા ઘેરા વચ્ચે પાર્ટીમાં એન્ટ્રી લઈ રહ્યો હતો. બરાબર એ જ સમયે આમિરનો પુત્ર જુનૈદ ખાન કોઈ કામસર ત્યાંથી બહાર નીકળી રહ્યો હતો. સલમાનના રસ્તામાં આવી જતાં, તેના પર્સનલ સિક્યોરિટી સ્ટાફે જુનૈદને ઓળખ્યા વગર જ હાથ વડે રોકી દઇને પાછળ ધકેલી દીધો. સ્ટાર કિડ હોવા છતાં જુનૈદ ખૂબ જ શાંતિથી ત્યાં જ અટકી ગયો.
જોકે, તરત જ સલમાન ખાનની નજર જુનૈદ પર પડી હતી. સલમાને તેને ઓળખી લીધો અને આગળ વધીને તેને પ્રેમથી મળ્યો હતો. નવાઈની વાત એ છે કે, જુનૈદ સાથે ભૂતકાળમાં પણ આવો જ કિસ્સો બની ચૂક્યો છે, જ્યારે તેને સલમાનની આસપાસ રોકવામાં આવ્યો હતો.

અને આમિર-પુત્રને બાજુમાં ધકેલ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.