અભી તો મૈં જવાન હૂં...

અમિતાભ બચ્ચન સદીના મહાનાયક છે અને 83 વર્ષની ઉમરે પણ યુવાનો જેવી જ ઉર્જા સાથે કામ કરી રહ્યા છે. ફિલ્મોની સાથે તેઓ સોશિયલ મીડિયા અને બ્લોગ દ્વારા ફેન્સ સાથે સતત સંપર્ક જાળવે છે. તાજેતરમાં તેમણે પોતાના બ્લોગમાં આશ્ચર્યજનક ખુલાસો કરીને સહુને ચોંકાવી દીધા છે.
અમિતાભ બચ્ચન સદીના મહાનાયક છે અને 83 વર્ષની ઉમરે પણ યુવાનો જેવી જ ઉર્જા સાથે કામ કરી રહ્યા છે. ફિલ્મોની સાથે તેઓ સોશિયલ મીડિયા અને બ્લોગ દ્વારા ફેન્સ સાથે સતત સંપર્ક જાળવે છે. તાજેતરમાં તેમણે પોતાના બ્લોગમાં આશ્ચર્યજનક ખુલાસો કરીને સહુને ચોંકાવી દીધા છે. બિગ બીએ જણાવ્યું હતું કે તેમણે એક જ દિવસમાં 12 શોર્ટ ફિલ્મોનું શૂટિંગ પૂરું કર્યું છે. બિગ બીએ લખ્યું કે, ‘કામ એ કામ છે અને કનેક્ટ રહેવાની આ પ્રક્રિયા અટકવી ન જોઈએ. શૂટિંગના દિવસ પહેલાં ગમેતેટલી તૈયારી કરી હોય, તો પણ પૂરી લગનથી અભ્યાસ જરૂરી છે અને સંજોગો સાથે ક્યારેય સમજૂતી ન કરવી જોઈએ.
બિગ બી હાલમાં નાગ અશ્વિન નિર્દેશિત પૌરાણિક સાયન્સ-ફિક્શન ફિલ્મ ‘કલ્કી 2898 એડી’ના આગામી ભાગના શૂટિંગમાં વ્યસ્ત છે, જેમાં પ્રભાસ, કમલ હાસન પણ છે. તેઓ છેલ્લે ટી.જે. જ્ઞાનવેલની એક્શન થ્રિલર ફિલ્મ ‘વેટ્ટયન’માં રજનીકાંત અને ફહદ ફાસિલ સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મ એક સિનિયર પોલીસ ઓફિસરની સ્ટોરી પર આધારિત છે, જે એક કેસની તપાસ દરમિયાન ભૂલથી એક નિર્દોષનું એન્કાઉન્ટર કરી બેસે છે.
