અમદાવાદ પ્લેન ક્રેશ તપાસમાં અસંવેદનશીલતાની પરાકાષ્ટા
આપણામાં કહેવત છે કે સમય ગમે તેવા કારી ઘાને રુઝવી શકે છે પરંતુ 12 જૂન 2025ના રોજ માત્ર 32 સેકન્ડના ગાળામાં જેમના જીવન વેરવિખેર થઇ ગયાં તેમના ઘા પ્લેન ક્રેશની તપાસમાં થઇ રહેલા વિલંબને કારણે હજુ તાજાને તાજા જ છે. અમદાવાદ પ્લેન ક્રેશમાં માર્યા ગયેલા કમભાગી પ્રવાસીઓના પીડિત પરિવારજનોની ભાવનાત્મક સ્થિતિ આજે પણ એ જ વળાંક પર ઊભી છે. તેમનો આઘાત એ કોઈ ઈતિહાસનો હિસ્સો નથી જેને ફાઈલ બંધ કરીને મૂકી દેવાય. તે એક જીવતો અને ઘેરો જખમ છે. કોઈ પ્રિયજનને ગુમાવવું એ અત્યંત પીડાદાયક માનવીય અનુભવ છે પરંતુ કોઈ આકસ્મિક, ભયાનક યાંત્રિક અથવા ઓપરેશનલ ખામીને કારણે તેમને ગુમાવવા અને પછી ન્યાય માટે સતત ભટકવું એ પીડાને લાખો ગણી વધારી દે છે. પીડિત પરિવારજનો માટે અનિશ્ચિતતાની સ્થિતિ પીડાને વધુ ગંભીર બનાવી રહી છે. એવિએશન નિયમો અનુસાર આ પ્રકારની મોટી દુર્ઘટનાનો અંતિમ તપાસ અહેવાલ એક વર્ષમાં જાહેર કરી દેવાનો હોય છે પરંતુ ભારતીય એજન્સીના ઠાગાઠૈયા પીડિત પરિવારજનોને એવી અનુભૂતિ કરાવી રહ્યાં છે કે ભારતનું એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો તેની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરી રહ્યું છે.

તપાસ એજન્સીઓ એક સ્પષ્ટ અને વ્યાપક ફાઇનલ રિપોર્ટ આપવામાં નિષ્ફળ રહીને પીડિત પરિવારોનો સત્ય જાણવાનો મૂળભૂત અધિકાર જ છીનવી રહી છે. તેઓ અફવાઓ, કોર્પોરેટ દલીલો અને મૂંઝવતા પ્રશ્નો સાથે જીવવા મજબૂર બની રહ્યાં છે. પ્લેન ક્રેશના સ્પષ્ટ કારણ અને ન્યાય માટે વલખાં મારી રહ્યાં છે. સાચી વાત તો એ છે કે પ્લેન ક્રેશ અંગેનું સત્ય સામે લાવવું એ માત્ર જવાબદારી નક્કી કરવા માટે જ નહીં પરંતુ એવિએશન સુરક્ષા અને જનતાના વિશ્વાસ માટે પણ અત્યંત જરૂરી છે.
સત્તાવાળાઓએ સારી રીતે સમજી લેવાની જરૂર છે કે સંસ્થાકીય મૌન એક પ્રકારની ક્રૂરતા છે. અમદાવાદ પ્લેન ક્રેશમાં જીવ ગુમાવનારા અને તેમના પીડિત પરિવારજનોને સાચો ન્યાય ત્યારે જ મળશે જ્યારે કોઇપણ પૂર્વગ્રહ વિના સંપુર્ણ પારદર્શકતા સાથે તપાસ થાય અને તેની વિગતો સાર્વજનિક કરાય. પ્લેન ક્રેશની પ્રથમ વરસી નિમિત્તે તપાસકર્તાઓ દ્વારા કોઇ નક્કર કારણો રજૂ કરાશે તેવી આશા પર પાણી ફરી વળ્યું છે. નિંભરતા તો એ છે કે સત્તાવાળાઓ દ્વારા તપાસ ચાલુ છે અને તેની સંપુર્ણ વિગતો જાહેર કરીશું તેવા ઠાલાં વચનો આપીને હાથ ખંખેરી નાખવાનો જ પ્રયાસ કરવામાં આવ્યો છે અસંવેદનશીલતાની પરાકાષ્ટા દર્શાવે છે.