અમદાવાદમાં દેશનો પહેલો સ્પેસ પાર્ક આકાર લેશે
ગુજરાત હવે દેશમાં ઉદ્યોગોની સાથે સ્પેસ ટેક્નોલોજી ક્ષેત્રે પણ મેન્યુફેક્ચરિંગનું મોટું હબ બનવા જઈ રહ્યું છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યની નવી સ્પેસ ટેક પોલિસી અંતર્ગત ગાંધીનગર નજીક આવેલી ખોરજ જીઆઇડીસીમાં એક ભવ્ય સ્પેસ ટેક્નોલોજી મેન્યુફેક્ચરિંગ પાર્કનું નિર્માણ કરવામાં આવશે. આ ઐતિહાસિક પ્રોજેક્ટ માટે ગુજરાત સરકારે કેન્દ્ર સરકારની સ્પેસ ક્ષેત્રની નોડલ એજન્સી ઇન-સ્પેસ (IN-SPACe) સાથે મહત્ત્વના સમજૂતી કરાર કર્યા છે. આ પાર્ક કાર્યરત્ થતાં જ રાજ્યમાં અવકાશ ક્ષેત્રે સંશોધન અને ઉત્પાદનને અભૂતપૂર્વ વેગ મળશે.
અમદાવાદઃ ગુજરાત હવે દેશમાં ઉદ્યોગોની સાથે સ્પેસ ટેક્નોલોજી ક્ષેત્રે પણ મેન્યુફેક્ચરિંગનું મોટું હબ બનવા જઈ રહ્યું છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યની નવી સ્પેસ ટેક પોલિસી અંતર્ગત ગાંધીનગર નજીક આવેલી ખોરજ જીઆઇડીસીમાં એક ભવ્ય સ્પેસ ટેક્નોલોજી મેન્યુફેક્ચરિંગ પાર્કનું નિર્માણ કરવામાં આવશે. આ ઐતિહાસિક પ્રોજેક્ટ માટે ગુજરાત સરકારે કેન્દ્ર સરકારની સ્પેસ ક્ષેત્રની નોડલ એજન્સી ઇન-સ્પેસ (IN-SPACe) સાથે મહત્ત્વના સમજૂતી કરાર કર્યા છે. આ પાર્ક કાર્યરત્ થતાં જ રાજ્યમાં અવકાશ ક્ષેત્રે સંશોધન અને ઉત્પાદનને અભૂતપૂર્વ વેગ મળશે.
સ્ટાર્ટ-અપ્સ અને MSME માટે ખૂલશે પ્રગતિના નવા દ્વાર
ખોરજ ખાતે આકાર પામનારા આ ખાસ સ્પેસ પાર્કમાં ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની અત્યાધુનિક ટેસ્ટિંગ ફેસિલિટીનું નિર્માણ કરાશે. આ કોમન ટેકનિકલ ફેસિલિટીનો સીધો ઉપયોગ સ્પેસ સેક્ટરમાં કામ કરતાં નવાં સ્ટાર્ટ-અપ્સ અને એમએસએમઈ ઉદ્યોગો ખૂબ જ આર્થિક રાહત સાથે કરી શકશે. અવકાશ વિજ્ઞાન માટે સૌથી મહત્ત્વપૂર્ણ ગણાતી સુવિધાઓ જેવી કે હાઇટેક ક્લીન રૂમ, થર્મો વેક્યુમ ચેમ્બર અને મેગ્નેટિક ફિલ્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો આ વૈશ્વિકકક્ષાના પ્રોજેક્ટમાં વિશેષ સમાવેશ કરવામાં આવ્યો છે.
50 એકરની જમીનને 100 એકર કરાશે
આ પ્રોજેક્ટના આર્થિક અને ભૌગોલિક પાસાં પર નજર કરીએ તો, ગુજરાત સરકારે આ કોમન ફેસિલિટીના નિર્માણ માટે શરૂઆતમાં 50 એકર જેટલી કીમતી જમીન ફાળવી દીધી છે, જેને ભવિષ્યના વિસ્તરણને ધ્યાનમાં રાખીને 100 એકર સુધી લંબાવાશે. આ પાર્કના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ઇનસ્પેસ સંસ્થા દ્વારા ટેકનિકલ સપોર્ટ આપવાની સાથે રૂ. 100 કરોડનું યોગદાન અપાશે, જ્યારે પ્રોજેક્ટ પાછળ થનારો બાકીનો તમામ મોટો ખર્ચ ગુજરાત સરકાર પોતાના બજેટથી વહન કરશે.
આ સ્પેસ પાર્ક આઇટી અને એરોસ્પેસ એન્જિનિયરિંગના ક્ષેત્રમાં સ્થાનિક સ્તરે હજારો યુવાનો માટે હાઇસ્કિલ રોજગારીની નવી તકો ઊભી કરશે.
