અમેરિકા-ઇરાન સમજૂતીનાં 14 મહત્ત્વનાં મુદ્દા, શાંતિ આડેના રોડાં

અમેરિકા-ઇરાન સમજૂતીનાં 14 મહત્

અમેરિકા અને ઇરાન વચ્ચે આ 14 મુદ્દા પર સમજૂતી સાધવામાં આવી છે...

અમેરિકા અને ઇરાન વચ્ચે આ 14 મુદ્દા પર સમજૂતી સાધવામાં આવી છે...

1) ઈરાન સાથે તમામ મોરચા પર તત્કાળ અમલમાં આવે તેવી રીતે યુદ્ધ બંધ કરવું
2) ઈરાનના આંતરિક મામલામાં અમેરિકા દખલ દેશે નહીં.
3) અમેરિકા દ્વારા 30 દિવસમાં નાકાબંધી હટાવીને જહાજોની અવરજવર સામાન્ય કરાશે.
4) ઈરાનની આસપાસથી અમેરિકા તેની સેના હટાવશે.
5) ઈરાન દ્વારા 30 દિવસમાં હોર્મુઝને પુરેપુરી ખોલવામાં આવશે.
6) અમેરિકા દ્વારા ઈરાનના ઓઈલ અને પેટ્રોકેમિકલ્સ પરનાં પ્રતિબંધો હટાવાશે.
7) ઈરાનને થયેલું નુકસાન ભરપાઈ કરવા માટે અમેરિકા અને તેના સહયોગી દેશો 300 બિલિયન ડોલરનો રિકન્સ્ટ્રકશન પ્લાન રજૂ કરશે.
8) ઈરાન સાથે 60 દિવસમાં પરમાણુ મુદે તેમજ અમેરિકાના પ્રાથમિક અને પ્રતિબંધો હટાવવા સહિત યુએન સુરક્ષા પરિષદનાં પ્રસ્તાવ સહિત તમામ મુદ્દે અંતિમ સમજૂતી કરાશે.
9) ઈરાન દ્વારા પરમાણુ હથિયારો બનાવાશે નહીં.
10) ઈરાનને 60 દિવસમાં તેના ફ્રીઝ કરેલા 24 બિલિયન ડોલર પરત અપાશે.
11) સમજૂતીનો અમલ કરવા માટે સુપરવાઈઝરી મિકેનિઝમ બનાવાશે.
12) યુએન સિક્યુરિટી કાઉન્સિલના પ્રસ્તાવ દ્વારા અંતિમ સમજૂતી લાગુ કરાશે.
13) જયાં સુધી ઈરાનનું અડધું ફંડ રિલીઝ ન કરાય ત્યાં સુધી અંતિમ તબક્કાની મંત્રણા શરૂ કરાશે નહીં.
14) પરમાણુ મુદ્દો, પ્રતિબંધોમાં રાહત, ઈરાનની ઈકોનોમીને નુકસાની વળતર અને મિસાઈલ્સ પ્રોગ્રામ મુદ્દે ફાઈનલ વાતચીત કરાશે.

અમેરિકા-ઇરાનઃ
કાયમી શાંતિ આડેનાં રોડાં
• ઈઝરાયેલ પડોશી દેશ ઈરાનની વધતી તાકાતને કચડી નાખવા માગે છે. તે લેબનોનમાં ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ અને યમનમાં હુથી બળવાખોરો પર હુમલા કરીને આ ડીલમાં અડચણ ઊભી કરશે.
• ઈરાને પરમાણુ મુદ્દે હાલમાં પોતાના 460 કિલો શુદ્ધ કરેલા યુરેનિયમને સોંપવાની જાહેરાત કરી નથી.
• ઈરાન ઓમાનને સાથે રાખી હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પાસેથી સર્વિસ ટેક્સ લેવા માટે અડગ છે.
• અમેરિકા અને અખાતી દેશો ઈરાનના પુનઃ નિર્માણ માટે 28 લાખ કરોડના પેકેજ પર સરળતાથી સહમત નહીં થાય. સાઉદી અરેબિયા, યુએઈ વિરોધ કરશે.

અમેરિકા-ઇરાન સમજૂતીનાં 14 મહત્
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.