અમેરિકાના હુમલામાં ત્રણ ભારતીયના મોત, 4 દિવસમાં ત્રીજો ભીષણ હુમલો
ઓમાન તટના શિનાસ બંદર પાસે એક ઓઇલ ટેન્કર પર અમેરિકી સૈન્ય કાર્યવાહીમાં ત્રણ ભારતીય નાવિકોનાં મોત થયાં છે. અમેરિકા દ્વારા 13 એપ્રિલથી શરૂ કરાયેલી સમુદ્રી નાકાબંધી બાદ પહેલીવાર કોઈ જહાજ પર કરાયેલી કાર્યવાહીમાં લોકોનાં મોત થયાં છે. માત્ર 4 દિવસમાં ભારતીય નાવિકો ધરાવતાં ત્રણ જહાજ પર અમેરિકી કાર્યવાહી કરવામાં આવી હતી.
નવી દિલ્હીઃ ઓમાન તટના શિનાસ બંદર પાસે એક ઓઇલ ટેન્કર પર અમેરિકી સૈન્ય કાર્યવાહીમાં ત્રણ ભારતીય નાવિકોનાં મોત થયાં છે. અમેરિકા દ્વારા 13 એપ્રિલથી શરૂ કરાયેલી સમુદ્રી નાકાબંધી બાદ પહેલીવાર કોઈ જહાજ પર કરાયેલી કાર્યવાહીમાં લોકોનાં મોત થયાં છે. માત્ર 4 દિવસમાં ભારતીય નાવિકો ધરાવતાં ત્રણ જહાજ પર અમેરિકી કાર્યવાહી કરવામાં આવી હતી.
સૌથી ગંભીર ઘટના બુધવારે બની હતી. પલાઉના ધ્વજવાળા ટેન્કર ‘એમટી સેટ્ટેબેલો’ પર 24 ભારતીય નાવિક હતા. અમેરિકી કાર્યવાહી બાદ જહાજમાંથી સંકટનો સંદેશ મળ્યો, જેના પછી ઓમાન નૌકાદળે 21 ભારતીયોને સુરક્ષિત બચાવ્યા હતા. કેન્દ્રીય જહાજવટા મંત્રી સોનોવાલે જણાવ્યું કે, આ ઘટનામાં આદિત્ય શર્મા શિવાનંદ ચૌરસિયા અને પતનાલા સુરેશનાં મોત થયાં છે.
ભારતીય વિદેશ મંત્રાલયે દિલ્હીમાં અમેરિકી રાજદ્વારીને તેડાવીને જહાજો પરના હુમલા તાત્કાલિક બંધ કરવા કહ્યું હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, 8 જૂને એમટી મેરવેક્સ પર અમેરિકી કાર્યવાહી થઈ હતી. તો ગુરુવારે ભારતીય ક્રૂવાળા જહાદ MT જલવીર પર પણ અમેરિકા દ્વારા હુમલો થયો હતો.
ઇરાનનો ભારતને સાથ
ઇરાને ઓમાન અને હોર્મુઝ સ્ટ્રેટ પાસે ભારતીય કોમર્શિયલ જહાજો પર અમેરિકાના હુમલાને કડક શબ્દોમાં વખોડી કાઢતાં ઇરાનના વિદેશ મંત્રાલયે આ હુમલાને હથિયારબદ્ધ લૂંટ અને સરકારી સમુદ્રી લૂંટ કહ્યો છે.
આ ઘટના અંગે ઇરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાકેઈએ માર્યા ગયેલા ભારતીય નાગરિકોના પરિવારો માટે સંવેદના વ્યક્ત કરતાં આંતરરાષ્ટ્રીય સમુદાયને અમેરિકાનો જવાબદાર ઠેરવવાની અપીલ કરી છે.
