આમિર ખાન પ્રોડકશનની સિલ્વર જ્યુબિલી

આમિર ખાને 25 વર્ષ પહેલા પ્રોડક્શન હાઉસની શરૂઆત કરી હતી. આ શરૂઆત પણ જેવીતેવી ફિલ્મ માટે નહીં, પણ ‘લગાન’ માટે કરવામાં આવી હતી. વાત જાણે એમ છે કે, આશુતોષ ગોવારીકર આમિર પાસે ‘લગાન’ ફિલ્મની સ્ક્રિપ્ટ લઈને પહોંચ્યા હતા.
આમિર ખાને 25 વર્ષ પહેલા પ્રોડક્શન હાઉસની શરૂઆત કરી હતી. આ શરૂઆત પણ જેવીતેવી ફિલ્મ માટે નહીં, પણ ‘લગાન’ માટે કરવામાં આવી હતી. વાત જાણે એમ છે કે, આશુતોષ ગોવારીકર આમિર પાસે ‘લગાન’ ફિલ્મની સ્ક્રિપ્ટ લઈને પહોંચ્યા હતા. આમિરને છેવટે સ્ક્રિપ્ટ ગમી અને તેમને થયું કે, આ ફિલ્મના નિર્માણમાં કોઈ પ્રોડ્યુસર આવશે તો પૈસામાં કાપ મૂકશે અને મારી ફિલ્મ એવી નહીં બની શકે જેવી હું ઈચ્છું છું. બસ, આ એક જીદના કારણે જ તેણે પોતાની કંપનીની શરૂઆત કરી. આ કંપનીમાં તેની પહેલી પત્ની રીનાની મહત્વની ભૂમિકા હતી. ત્યારબાદ, સમય આગળ વધ્યો અને તેની બીજી પત્ની કિરણ રાવ કંપનીમાં સક્રિય થઈ હતી. તેણે ફિલ્મના લેખનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. હવે, ગર્લફ્રેન્ડમાંથી પત્ની બની રહેલી ગૌરી સ્પ્રેટની આ પ્રોડક્શન હાઉસમાં શું ભૂમિકા રહેશે તે જોવું રહ્યું.
