એનએચએસ કોરિડોર ક્રાઇસિસઃ હજારો દર્દી કોરિડોરમાં સારવાર લેવા મજબૂર

એનએચએસ કોરિડોર ક્રાઇસિસઃ હજારો દર્દી કોરિડોરમાં સારવાર લેવા મજબૂર

નેશનલ હેલ્થ સર્વિસના તાજેતરના આંકડા અનુસાર હોસ્પિટલોમાં પથારીઓની ભારે અછતને કારણે દરરોજ આશરે 3,000 દર્દીઓને હોસ્પિટલના કોરિડોર અથવા સ્ટોરરૂમ જેવી અયોગ્ય જગ્યાઓ પર સારવાર આપવાની ફરજ પડી રહી છે. 

લંડનઃ નેશનલ હેલ્થ સર્વિસના તાજેતરના આંકડા અનુસાર હોસ્પિટલોમાં પથારીઓની ભારે અછતને કારણે દરરોજ આશરે 3,000 દર્દીઓને હોસ્પિટલના કોરિડોર અથવા સ્ટોરરૂમ જેવી અયોગ્ય જગ્યાઓ પર સારવાર આપવાની ફરજ પડી રહી છે. કોરિડોર કેર ક્રાઇસિસની વરવી વાસ્તવિકતા દર્શાવે છે કે સુવિધાઓના અભાવે દર્દીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે અને આરોગ્ય જોખમાઈ રહ્યું છે.

મે મહિનાના આંકડા મુજબ, ઇંગ્લેન્ડના ઇમરજન્સી વિભાગોમાં દરરોજ સરેરાશ 2,241 દર્દીઓને કોરિડોરમાં જ સારવાર અપાઇ હતી. આ ઉપરાંત અન્ય 669 દર્દીઓને રોજ ઓફિસ, પાર્કિંગ, સ્ટોરરૂમ કે શૌચાલય જેવી બિનઆરોગ્યપ્રદ જગ્યાઓ પર રાખવા પડ્યા હતા.

હોસ્પિટલમાં નિયમિત સારવાર માટેનું કુલ વેઇટિંગ લિસ્ટ છેલ્લા છ મહિનામાં પ્રથમ વખત વધીને 72.2 લાખ પર પહોંચી ગયું છે, જે માર્ચ મહિનામાં 71.1 લાખ હતું. એપ્રિલના અંત સુધીમાં 99,781 દર્દીઓ એવા હતા જેઓ એક વર્ષ કરતા વધુ સમયથી નિયમિત સારવાર શરૂ થવાની રાહ જોઈ રહ્યા હતા. તેમજ ગયા મહિને 50,000 થી વધુ દર્દીઓએ ઇમરજન્સી વિભાગમાં 12 કલાકથી વધુ સમય વિતાવવો પડ્યો હતો.

એનએચએસ કોરિડોર ક્રાઇસિસઃ હજારો દર્દી કોરિડોરમાં સારવાર લેવા મજબૂર
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.