કંડલા-મુન્દ્રા ખાડી વિસ્તાર ‘હમ્પબેક ડોલ્ફિન’ માટે બન્યો ‘નર્સરી ગ્રાઉન્ડ’

કંડલા-મુન્દ્રા ખાડી વિસ્તાર ‘

સીમાવર્તી જિલ્લા કચ્છના કોટેશ્વરથી માંડીને માંડવી, મુંદ્રા અને કંડલા સુધીના અરબી સમુદ્રના જળક્ષેત્રમાં ‘ઇન્ડિયન ઓશન હમ્પબેક ડોલ્ફિન’ની હાજરી સતત વધી રહી છે. ગુજરાત વનવિભાગના તાજેતરના સરવે મુજબ કચ્છથી ભાવનગર સુધીના દરિયાઈ વિસ્તારમાં અંદાજે 680 જેટલી ડોલ્ફિન નોંધાઈ છે, જેમાંથી સૌથી વધુ 498 ડોલ્ફિન ઓખાથી નવલખી વચ્ચેના મરિન નેશનલ પાર્કમાં ઊછળકૂદ કરતી જોવા મળી છે. ખાસ કરીને કંડલા અને મુન્દ્રા વચ્ચેના ખાડી વિસ્તારમાં માદા ડોલ્ફિન તેનાં બચ્ચાં સાથે જોવા મળતાં આ ક્ષેત્ર હવે ડોલ્ફિન માટે ‘નર્સરી ગ્રાઉન્ડ’ બની રહ્યું હોવાનું સ્પષ્ટ થયું છે. 30 થી 40 વર્ષનું લાંબું આયુષ્ય ધરાવતી આ પ્રજાતિનો પ્રજનન દર ઘણો ધીમો હોવાથી તેમની સુરક્ષા અત્યંત મહત્ત્વની છે.

ભુજઃ સીમાવર્તી જિલ્લા કચ્છના કોટેશ્વરથી માંડીને માંડવી, મુંદ્રા અને કંડલા સુધીના અરબી સમુદ્રના જળક્ષેત્રમાં ‘ઇન્ડિયન ઓશન હમ્પબેક ડોલ્ફિન’ની હાજરી સતત વધી રહી છે. ગુજરાત વનવિભાગના તાજેતરના સરવે મુજબ કચ્છથી ભાવનગર સુધીના દરિયાઈ વિસ્તારમાં અંદાજે 680 જેટલી ડોલ્ફિન નોંધાઈ છે, જેમાંથી સૌથી વધુ 498 ડોલ્ફિન ઓખાથી નવલખી વચ્ચેના મરિન નેશનલ પાર્કમાં ઊછળકૂદ કરતી જોવા મળી છે. ખાસ કરીને કંડલા અને મુન્દ્રા વચ્ચેના ખાડી વિસ્તારમાં માદા ડોલ્ફિન તેનાં બચ્ચાં સાથે જોવા મળતાં આ ક્ષેત્ર હવે ડોલ્ફિન માટે ‘નર્સરી ગ્રાઉન્ડ’ બની રહ્યું હોવાનું સ્પષ્ટ થયું છે. 30 થી 40 વર્ષનું લાંબું આયુષ્ય ધરાવતી આ પ્રજાતિનો પ્રજનન દર ઘણો ધીમો હોવાથી તેમની સુરક્ષા અત્યંત મહત્ત્વની છે.
જો કે આ સકારાત્મક ચિત્ર વચ્ચે દરિયાઈ જીવસૃષ્ટિ સામે ત્રિમુખી પડકાર ઊભો થયો છે, જેમાં પ્રથમ મોટું જોખમ ‘મરિન હીટવેવ’નું છે. હાલમાં અરબી સમુદ્રના 22 ટકા ભાગમાં તાપમાન સામાન્ય કરતાં 1 ડિગ્રી સેલ્સિયસ વધુ હોવાથી ડોલ્ફિનનો મુખ્ય ખોરાક ગણાતી માછલીઓ અને ઝિંગાનો નાશ થઈ રહ્યો છે, જે તેમની પ્રજનન ક્ષમતાને અસર કરે છે. બીજું ગંભીર જોખમ પશ્ચિમ એશિયાના લશ્કરી સંઘર્ષનું છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ફસાયેલાં ઓઇલ ટેન્કરોમાંથી જો મોટાપાયે ઓઇલ લીકેજ થાય તો દરિયાઈ પ્રવાહો સાથે તે ઝેરી ક્રૂડ કચ્છના કાંઠા સુધી પહોંચી શકે છે, જે ડોલ્ફિન માટે જીવલેણ સાબિત થઈ શકે છે.
આ ઉપરાંત ખાડી દેશના યુદ્ધના કારણે વધેલી નેવી ગતિવિધિઓ અને જહાજોના હાઇ ફ્રિક્વન્સી ‘સોનાર અવાજ’ ડોલ્ફિનની દિશા શોધવાની ક્ષમતા પર ઘાતક અસર કરે છે, જેનાથી ભૂતકાળમાં પણ અસંખ્ય ડોલ્ફિનનાં મોત નીપજ્યાં છે.
ગલ્ફ કટોકટીના લીધે હવે આંતરરાષ્ટ્રીય જહાજોનો ટ્રાફિક પણ કંડલા-મુંદ્રા તરફ ડાઇવર્ટ થયો છે, જેનાથી જહાજોની ટક્કર અને પ્લાસ્ટિક પ્રદૂષણનું જોખમ બેવડાયું છે. આ તમામ વૈશ્વિક અને સ્થાનિક પડકારો વચ્ચે કચ્છનો સ્થાનિક માછીમાર સમુદાય આશાનું કિરણ બન્યો છે. માછીમારો જાળમાં ફસાયેલી ડોલ્ફિનને ઇજા વગર મુક્ત કરીને તથા બોટની ગતિ
ધીમી રાખીને વનવિભાગના સહયોગથી આ ‘ગુલાબી મહેમાન’ને બચાવવાનું પ્રશંસનીય કાર્ય કરી રહ્યા છે.

કંડલા-મુન્દ્રા ખાડી વિસ્તાર ‘
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.