કિંગ્સ બર્થડે ઓનર્સ લિસ્ટ 2026માં બ્રિટિશ એશિયનોનો દબદબો

કિંગ્સ બર્થડે ઓનર્સ લિસ્ટ 2026માં બ્રિટિશ એશિયનોનો દબદબો

કિંગ ચાર્લ્સ તૃતીયના વર્ષ 2026ના બર્થડે ઓનર્સ લિસ્ટમાં ભારતીય મૂળના અગ્રણીઓનો દબદબો જોવા મળ્યો છે.  યાદીમાં તબીબી, ટેકનોલોજી, પર્યાવરણ અને લોકસેવા જેવા વિવિધ ક્ષેત્રોમાં અભૂતપૂર્વ યોગદાન આપનારા ભારતીય મૂળના અગ્રણીઓને સર્વોચ્ચ શાહી સન્માનથી નવાજવામાં આવ્યા છે.

લંડનઃ કિંગ ચાર્લ્સ તૃતીયના વર્ષ 2026ના બર્થડે ઓનર્સ લિસ્ટમાં ભારતીય મૂળના અગ્રણીઓનો દબદબો જોવા મળ્યો છે.  યાદીમાં તબીબી, ટેકનોલોજી, પર્યાવરણ અને લોકસેવા જેવા વિવિધ ક્ષેત્રોમાં અભૂતપૂર્વ યોગદાન આપનારા ભારતીય મૂળના અગ્રણીઓને સર્વોચ્ચ શાહી સન્માનથી નવાજવામાં આવ્યા છે. આ વર્ષની યાદી સામાજિક વૈવિધ્યતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે, જેમાં કુલ સન્માનિતોમાં 11.5 ટકા વંશીય લઘુમતી સમુદાયના છે.

આ યાદીમાં ભારતીય મૂળના અગ્રણી ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ પ્રોફેસર ડેમ પરવીન કુમાર મોખરે છે. વૈશ્વિક તબીબી શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે તેમની અનન્ય સેવાઓ બદલ તેમને બ્રિટિશ સામ્રાજ્યના સર્વોચ્ચ સન્માન પૈકીના એક એવા 'ડેમ ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર' (GBE) થી સન્માનિત કરવામાં આવ્યા છે.

કિંગ ચાર્લ્સના અંગત અંગરક્ષક 'જગ'નું શાહી સન્માન

આ સન્માન યાદીમાં એક વિશેષ આકર્ષણ મેટ્રોપોલિટન પોલીસના સ્પેશિયલ પ્રોટેક્શન ડિપાર્ટમેન્ટના જગ તરીકે જાણીતા ઇન્સ્પેક્ટર જગજીવન સિંહે ખંગુરા કિંગ ચાર્લ્સના અંગત બોડીગાર્ડ તરીકે લાંબો સમય સેવા આપી ચૂક્યા છે. તાજેતરમાં જ નિવૃત્ત થયેલા ખંગુરાને તેમની વિશિષ્ટ અને વફાદાર રોયલ સેવાઓ બદલ પ્રતિષ્ઠિત 'રોયલ વિક્ટોરિયન ઓર્ડર' (MVO) એનાયત કરવામાં આવ્યો છે.

કિંગ્સ બર્થડે ઓનર્સ લિસ્ટ 2026માં બ્રિટિશ એશિયનોનો દબદબો
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.