કોંગોની ખીચોખીચ વિસ્થાપિત છાવણીમાં ઈબોલા રોગચાળો ફેલાયો

ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ફાટી નીકળેલો ઈબોલા રોગચાળો ખીચોખીચ ભરાયેલી વિસ્થાપિત છાવણીમાં પ્રસરતા ભારે ગભરાટ છવાયો છે. યુએન રેફ્યુજી એજન્સીએ પૂર્વ કોંગોની કેપાંગબા વિસ્થાપિત છાવણીમાં રહેતા બે લોકોના મોત ઈબોલાથી થયાને સમર્થન આપ્યું હતું. આ છાવણીમાં 30,000થી વધુ આંતરિક વિસ્થાપિતો રહે છે.

કિન્હાસા, નાઈરોબીઃ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ફાટી નીકળેલો ઈબોલા રોગચાળો ખીચોખીચ ભરાયેલી વિસ્થાપિત છાવણીમાં પ્રસરતા ભારે ગભરાટ છવાયો છે. યુએન રેફ્યુજી એજન્સીએ પૂર્વ કોંગોની કેપાંગબા વિસ્થાપિત છાવણીમાં રહેતા બે લોકોના મોત ઈબોલાથી થયાને સમર્થન આપ્યું હતું. આ છાવણીમાં 30,000થી વધુ આંતરિક વિસ્થાપિતો રહે છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા 17 મેએ ઈબોલા રોગચાળાને આંતરરાષ્ટ્રીય ચિંતાની ઈમર્જન્સી તરીકે જાહેર કરાયા પછી દુર્લભ બુન્ડિબુગ્યો સ્ટ્રેઈન ઈટુરી, સાઉથ કિવુ અને નોર્થ કિવુ પ્રાંતોમાં ફેલાયો છે. દાયકાઓથી આંતરિક સંઘર્ષ ધરાવતા આ ત્રણ પ્રાંતોમાં 5 મિલિયનથી વધુ વિસ્થાપિતો રહે છે અને ચેપ લાગવાનું ભારે જોખમ ધરાવે છે. બુનિયામાં 69 બાળકો સાથેના અનાથાશ્રમમાં એક નવજાત બાળકીના મોત પછી 6 બાળકો ઈબોલાગ્રસ્ત હોવાનું બહાર આવ્યું છે.

કોંગોએ આ રોગથી 676 કન્ફર્મ કેસ અને 136 મોતને સમર્થન આપ્યું છે જ્યારે શંકાસ્પદ કેસીસ અસંખ્ય છે. બીજી તરફ, પડોશી યુગાન્ડામાં ઈબોલાનો ચેપ પ્રસર્યો છે અને 19 કેસને સમર્થન અપાયું છે.

કોંગોની ખીચોખીચ વિસ્થાપિત છાવણીમાં ઈબોલા રોગચાળો ફેલાયો
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.