ગરમીના દિવસોમાં સ્કીન કેર...

ગરમીના દિવસોમાં સ્કીન કેર......

ગરમીની ઋતુમાં ત્વચા પર રેશિશ, સનબર્ન, ત્વચા ટેન થવી તેમજ ખીલ જેવી સામાન્ય તકલીફો થવાની શરૂઆત થઇ જતી હોય છે. તેથી જ ઉનાળામાં ત્વચાની વિશેષ કાળજીની આવશક્યતા હોય છે. ઉનાળામાં એસપીએફ 30 પ્લસ સનસ્ક્રિન લગાડવું જોઇએ. તેમજ ચહેરાને દિવસમાં બે વખત માઇલ્ડ ક્લીન્ઝરથી ધોવો જોઇએ. ત્વચાને હાઇડ્રેટ રાખવા માટે દિવસ દરમિયાન આઠથી દસ ગ્લાસ પાણી અવશ્ય પીવું જોઇએ તો ત્વચા માટે ઓઇલ-ફ્રી ઉત્પાદનોનો ઉપયોગ કરવો જોઇએ. ઉનાળામાં ચહેરા પર ફેસપેક લગાડવાથી ત્વચાને ઠંડક પ્રદાન થવાની સાથેસાથે હાઇડ્રેટ પણ રાખે છે. આ પેક્સને લગાડતા પહેલા ચહેરો એકદમ સ્વચ્છ કરો અને અઠવાડિયામાં બે-ત્રણ વખત લગાડવાથી ફાયદો થાય છે. ફેસપેક માટે કોઇ મોંઘીદાટ પ્રોડક્ટ ખરીદવાની જરૂર નથી, તમે ઘરેબેઠાં પણ નેચરલ ફેસપેક બનાવી શકો છો. કઇ રીતે? વાંચો આગળ...

• મધ અને ગુલાબજળ
મધ અને ગુલાબજળ સમાન માત્રામાં લઇ તેની પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવાથી ત્વચાને ઠંડક પ્રદાન થાય છે. આ પેસ્ટને ચહેરા પર લગાડયા પછી 20 મિનિટ રહીને ચહેરો ધોઇ નાખો. આ પેસ્ટ ચહેરાની ત્વચાની નમીને જાળવી રાખવામાં મદદ કરે છે.

• ખીરાનો રસ અને એલોવેરા
ગરમીઓમાં ખીરાની મોસમ પુરબહારમાં હોય છે. ઉનાળામાં ખીરાનું સેવન શરીરને ઠંડક પ્રદાન કરવાની સાથેસાથે ત્વચા પર લગાડવાથી પણ ફાયદાકારક પુરવાર થાય છે. ખીરાનો રસ સ્કિનને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. તેને ચહેરા પર લગાડવાથી ત્વચા પર તાજગી આવે છે. ખીરાના રસમાં એલોવેરા જેલને એકદમ ભેળવી દો અને પછી તેને ચહેરા પર લગાડવાથી ત્વચાને ઠંડક મળશે.

• બેસન અને ટામેટા
એક મોટો ચમચો ટામેટાનો રસ અને એક ચમચો ચણાનો લોટ ભેળવીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા પર સુકાઇ જાય ત્યાં સુધી રહેવા દઇને ધોઇ નાંખો. આ પેસ્ટ ત્વચા પરના વધારાના તેલ અને ટેનિંગને દૂર કરવામાં મદદ કરે છે.

• ચંદન અને ગુલાબજળ
એક ચમચો ચંદન પાવડરમાં ગુલાબજળ અથવા એલોવેરા જેલ ભેળવીને ત્વચા પર લગાડવાથી કાળઝાળ ગરમીથી દાઝેલી ત્વચાને ઠંડક પ્રદાન કરે છે.

• દહીં અને હળદર
બે ચમચા દહીમાં એક ચમચો હળદર ભેળવીને ચહેરા પર લગાવો અને 15 મિનિટ સુધી રહેવા દો. આનાથી ત્વચા હાઇડ્રેટ થવાની સાથે સાથે ત્વચા ગ્લો પણ કરશે.

• કેળા અને મધ
કેળાંને છુંદીને તેમાં મધ ભેળવી ચહેરા પર લગાડી દો અને 15 મિનિટ પછી ધોઇ નાંખો.

• મુલતાની માટી અને ગુલાબજળ
ઉનાળાની ગરમીના કારણે ચહેરાની ત્વચા નિસ્તેજ થઇ જતી હોય છે. મુલતાની માટીમાં ગુલાબજળ ભેળવીને તેની પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવાથી ત્વચાને ઠંડક મળવાની સાથેસાથે ત્વચાનો નિખાર પણ વધારશે.

• પપૈયું અને મધ
પપૈયાના ગરમાં મધ ભેળવીને તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા પર લગાડવાથી સનબર્નમાં રાહત થાય છે અને ત્વચા ચમકે છે.

• મધ અને કેળું
કેળાને છુંદી તેમાં મધ ભેળવીને પેસ્ટ બનાવી લો અને તેને ચહેરા પર 15 મિનિટ સુધી લગાડી રાખ્યા બાદ ધોઇ નાંખો. નિસ્તેજ થયેલી ત્વચા ચમકીલી થાય છે.

• કલિંગર અને મધ
કલિંગરના ગરમાં મધ ભેળવીને ચહેરા પર લગાડવાથી ત્વચા પર ખીલ ઓછા થાય છે. ચહેરો સાફ થાય છે.

ગરમીના દિવસોમાં સ્કીન કેર......
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.