ગુજરાત હાઇકોર્ટની યુસુફ પઠાણને ટકોરઃ ‘મોડું કરશો એટલો દંડ વધશે’

વડોદરા મ્યુનિ. કોર્પોરેશનના પ્લોટ પર ગેરકાયદે કબજો કરવાના વિવાદમાં પશ્ચિમ બંગાળના TMC સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી સમયની માગણી કરાઈ હતી.
અમદાવાદઃ વડોદરા મ્યુનિ. કોર્પોરેશનના પ્લોટ પર ગેરકાયદે કબજો કરવાના વિવાદમાં પશ્ચિમ બંગાળના TMC સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી સમયની માગણી કરાઈ હતી. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન. રેની ખંડપીઠે યુસુફ પઠાણને જરૂરી જવાબ કે રજૂઆત કરવા 4 સપ્તાહનો સમય આપ્યો હતો. સાથેસાથે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, અદાલત તમને સમય આપે છે, પરંતુ તમે જેટલું મોડું કરશો એટલો દંડ વધારે થશે, કારણ કે વર્ષ 2014થી તમારો જમીન પર અનઅધિકૃત કબજો છે.
