ગુલકંદ બરફી

ગુલકંદ બરફી

સામગ્રી: ગુલકંદ - 4 ચમચી • કોપરાની છીણ - 4 ચમચી • સમારેલા મિક્સ ડ્રાયફ્રુટ - 2 ચમચી • દૂધ (ઉકાળેલું અને ઠંડું) - 1 કપ • ખાંડ - પોણો કપ • ઘી - 3 ચમચી • મિલ્ક પાઉડર - અઢી કપ

રીત: એક પહોળા વાસણમાં દૂધ, ખાંડ, ઘી અને મિલ્ક પાઉડર થોડો થોડો ઉમેરતા જઈને વ્હીસ્કર વડે બરાબર મિક્સ કરી લો. આ મિશ્રણને ગેસ પર ધીમા તાપે સતત હલાવતા રહીને મિક્સ કરો. મોલ્ડને ઘીથી ગ્રીસ કરી તેમાં બટર પેપર મૂકી તેને પણ ઘીથી ગ્રીસ કરી સાઈડ પર મૂકી દો. હવે સ્ટફિંગ બનાવવા માટે બાઉલમાં ગુલકંદ, કોપરાની છીણ, મિક્સ ડ્રાયફ્રુટ મિક્સ કરી લો. મિશ્રણ પેન છોડવા લાગે એટલે ગેસ બંધ કરી મિશ્રણના બે સરખા ભાગ કરી લો. એક ભાગને મોલ્ડમાં સ્પ્રેડ કરી લો. તેની ઉપર ગુલકંદનું સ્ટફિંગ પાથરી ફરી ઉપર બીજા ભાગનું મિશ્રણ સ્પ્રેડ કરી લો. બરફીને ફ્રીઝમાં સેટ થવા મૂકી દો. સરસ સેટ થઈ જાય એટલે મનગમતા આકારમાં કટ કરી લઇને  સર્વ કરો.

ગુલકંદ બરફી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.