ગ્વેન શોટવેલઃ વો કૌન?

ગ્વેન શોટવેલઃ વો કૌન?...

સ્પેસએક્સના લિસ્ટિંગ સમયે બહુ ઓછા લોકો જાણે છે તેવી વ્યક્તિ ફોટોના કેન્દ્રમાં જોવા મળી. આ વ્યક્તિ એટલે સ્પેસએક્સનાં પ્રેસિડેન્ટ અને ચીફ ઓપરેટિંગ ઓફિસર (સીઇઓ) ગ્વેન શોટવેલ.

ન્યૂયોર્કઃ સ્પેસએક્સના લિસ્ટિંગ સમયે બહુ ઓછા લોકો જાણે છે તેવી વ્યક્તિ ફોટોના કેન્દ્રમાં જોવા મળી. આ વ્યક્તિ એટલે સ્પેસએક્સનાં પ્રેસિડેન્ટ અને ચીફ ઓપરેટિંગ ઓફિસર (સીઇઓ) ગ્વેન શોટવેલ. ગ્વેન 2002થી કંપની સાથે જોડાયેલાં છે અને કંપનીના ગ્રોથની સાથે સાથે કંપનીની તમામ કામગીરી પર તેમની નજર હોય છે. ગ્વેન સાથે જોડાયેલી એક બાળપણની વાત જાણવા જેવી છે. તે પાંચ વર્ષનાં હતાં ત્યારે તેમણે એપોલો-11 મૂન લેન્ડિંગને ટીવી પર નિહાળ્યું હતું. તે દરમિયાન તેને આ ઐતિહાસિક ઘટના બોરિંગ લાગી હતી. અને આજે તેઓ રોકેટ ઇન્ડસ્ટ્રીઝમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ગ્વેનની પહેલી નોકરી ઓટો કંપની ક્રાઈસલરમાં હતી. આ દરમિયાન તેમને ઓટો ઈન્ડસ્ટ્રીમાં ખાસ રસ પડ્યો નહીં. તેમને લાગ્યું કે, ઓટો ઈન્ડસ્ટ્રીમાં ઉપયોગમાં લેવાતી ટેકનોલોજી દમદાર નથી. આજે તેઓ જે કંપનીનાં પ્રેસિડેન્ટ છે તે વિશ્વમાં એડવાન્સ ટેકનોલોજી માટે જાણીતી છે.

ગ્વેન શોટવેલઃ વો કૌન?...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.