ચીનની આ મહિલા છેલ્લા 6 વર્ષથી આંખો બંધ કરી ઊંઘી નથી શકી, સતત વહી રહ્યા છે આંસું!

ચીનની આ મહિલા છેલ્લા 6 વર્ષથી આ

ચીનની એક મહિલાને સુંદર દેખાવા માટે બ્યુટી ટ્રીટમેન્ટ કરાવવાની ઈચ્છા ભારે પડી ગઈ છે. વર્ષ 2020માં કરાવેલી ડબલ આઈલીડ સર્જરી વેળા તબીબોએ દાખવેલી ગંભીર બેદરકારીને કારણે તે છેલ્લા છ વર્ષથી આંખો પૂરી રીતે બંધ કરીને ઊંઘી નથી શકતી. 

બેઇજિંગઃ ચીનની એક મહિલાને સુંદર દેખાવા માટે બ્યુટી ટ્રીટમેન્ટ કરાવવાની ઈચ્છા ભારે પડી ગઈ છે. વર્ષ 2020માં કરાવેલી ડબલ આઈલીડ સર્જરી વેળા તબીબોએ દાખવેલી ગંભીર બેદરકારીને કારણે તે છેલ્લા છ વર્ષથી આંખો પૂરી રીતે બંધ કરીને ઊંઘી નથી શકતી. આમ ડબલ આઈલીડ સર્જરીમાં થયેલી ભૂલે તેની જિંદગી બદલી નાખી. 2020માં કરાવેલી કોસ્મેટિક સર્જરી પછી તેની ટીયર ગ્લેન્ડ (આંસુની ગ્રંથિ)માં સમસ્યા થઈ ગઈ અને તેના પરિણામે પાંપણો યોગ્ય રીતે બંધ થવાનું બંધ થઈ ગયું. તે છેલ્લા છ વર્ષથી આંખો પૂરી રીતે બંધ કરીને ઊંઘી નથી શકતી અને સતત આંસુ વહેવાની સમસ્યા સામે ઝઝૂમી રહી છે. તપાસમાં જાણવા મળ્યું કે સર્જરી કરનાર મહિલા પાસે આ સર્જરી કરવા માટે જરૂરી ડોક્ટર તરીકેનું લાયસન્સ નહોતું કે કોસ્મેટોલોજીસ્ટ તરીકેનો કોઇ અભ્યાસ પણ કર્યો નહોતો. ક્લિનિક પણ નિયમો અનુસાર ચાલતું નહોતું. આ મામલો હવે કોર્ટ સુધી પહોંચ્યો છે વળતર મામલે કાનૂની લડાઈ ચાલી રહી છે. સહુ કોઇ માટે લાલ બતી સમાન આ આ ઘટના કોસ્મેટિક સર્જરી કરાવતા પહેલા ડોક્ટર અને ક્લિનિકની પૂરી તપાસ કરવાની મહત્ત્વપૂર્ણ ચેતવણી આપે છે.

ચીનની આ મહિલા છેલ્લા 6 વર્ષથી આ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.