જામનગર એરપોર્ટને રાષ્ટ્રીય સ્તરે ટોપ-5માં સ્થાન

જામનગર એરપોર્ટને રાષ્ટ્રીય સ

જામનગર એરપોર્ટ છેલ્લા 12 વર્ષોમાં એક અભૂતપૂર્વ પરિવર્તનથી પશ્ચિમ સૌરાષ્ટ્રના વિકાસનો મુખ્ય પ્રવેશદ્વાર બન્યું છે. જ્યાં વર્ષે માત્ર 50 હજાર મુસાફર નોંધાતા, ત્યાં હવે 2 લાખ મુસાફરો સાથે 300 ટકાનો વધારો થયો છે.

જામનગરઃ જામનગર એરપોર્ટ છેલ્લા 12 વર્ષોમાં એક અભૂતપૂર્વ પરિવર્તનથી પશ્ચિમ સૌરાષ્ટ્રના વિકાસનો મુખ્ય પ્રવેશદ્વાર બન્યું છે. જ્યાં વર્ષે માત્ર 50 હજાર મુસાફર નોંધાતા, ત્યાં હવે 2 લાખ મુસાફરો સાથે 300 ટકાનો વધારો થયો છે. એરપોર્ટ ડાયરેક્ટર ડી.કે. સિંઘે જણાવ્યું કે, વિશ્વની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી, બ્રાસ ઉદ્યોગ અને સમુદ્રી વેપારનાં ઔદ્યોગિક એકમોને દેશ-વિદેશ સાથે જોડવાની સાથે જામનગર એરપોર્ટ દ્વારકાધીશ મંદિર અને સોમનાથ મંદિરે દર્શનાર્થે આવતા હજારો શ્રદ્ધાળુઓ માટે મહત્ત્વનું છે.
રોજ સરેરાશ 10 ફ્લાઈટની મૂવમેન્ટ ધરાવતું જામનગર ગુજરાતનું એકમાત્ર એરપોર્ટ છે જ્યાં બે કાર્યરત્ રનવે છે, જે ઇમર્જન્સીમાં ફ્લાઇટ ઓપરેશન્સ અટકવા દેતા નથી. ગ્રાહક સંતોષમાં દેશમાં ચોથો ક્રમ અને વૈશ્વિક વીવીઆઈપી વ્યવસ્થાપન મુસાફરોને ઉત્કૃષ્ટ સેવા આપવા મામલે જામનગર એરપોર્ટે ઉત્તમ છે.

જામનગર એરપોર્ટને રાષ્ટ્રીય સ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.