ટ્રમ્પે ઇરાન પડતું મૂકી વેનેઝુએલાને પકડ્યુંઃ ડ્રગમાફિયા ગુરેરો ઠાર

ટ્રમ્પે ઇરાન પડતું મૂકી વેનેઝ

ટ્રમ્પ સખણા રહેવા માટે હવે શું લેશે તે સવાલ સૌને જાગે તેમ છે. ઈરાનનું હવે માંડ-માંડ પત્યંુ ત્યાં ટ્રમ્પે વેનેઝુએલામાં ધડબડાટી બોલાવી છે. ટ્રમ્પે વેનેઝુએલાના સૌથી મોટા ડ્રગ માફિયાને અમેરિકન લશ્કર અને વેનેઝુએલાની સરકારના સહયોગમાં કરવામાં આવેલા ઓપરેશનમાં ખતમ કર્યાનો દાવો કર્યો છે.

વોશિંગ્ટનઃ ટ્રમ્પ સખણા રહેવા માટે હવે શું લેશે તે સવાલ સૌને જાગે તેમ છે. ઈરાનનું હવે માંડ-માંડ પત્યંુ ત્યાં ટ્રમ્પે વેનેઝુએલામાં ધડબડાટી બોલાવી છે. ટ્રમ્પે વેનેઝુએલાના સૌથી મોટા ડ્રગ માફિયાને અમેરિકન લશ્કર અને વેનેઝુએલાની સરકારના સહયોગમાં કરવામાં આવેલા ઓપરેશનમાં ખતમ કર્યાનો દાવો કર્યો છે.
માફિયા હેક્ટર સ્ટેનફોર્ડ ગુરેરો ઉર્ફે ફુલોરેન્સ ઉર્ફે નીનો ગુરેરો ટ્રેન કે અરાગુઆ કાર્ટેલનો બોસ હતો. ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે, સાઉથ કમાન્ડના જબરદસ્ત હુમલામાં તેને ખતમ કરી દેવામાં આવ્યો છે. ઇરાન સાથે અમેરિકા હવે સમજૂતીની નજીક હોવાથી લગભગ અહીં બધું પૂરું થઈ ગયું હોવાનું માનવામાં આવે છે. તેથી હવે સમગ્ર વિશ્વનું ધ્યાન બીજે ખેંચવા માગે છે. તેથી જ તેમણે વેનેઝુએલાના આ ડ્રગ માફિયા પર હુમલો કર્યો છે.
ઈરાન અમેરિકા-ઇઝરાયેલના હુમલાએ આખા વિશ્વના દેશોના અર્થતંત્રને ડામાડોળ કરી દીધું છે અને આખું વિશ્વ અમેરિકા-ઇરાન વચ્ચેની સમજૂતીની કાગડોળો રાહ જોઈ રહ્યું છે. આવા સમયે જ ડ્રગ માફિયા ગુરેરોનું એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું છે.
ટ્રમ્પે જણાવ્યું હતું કે. ટ્રેન ધ અરાગુઆના આતંકીઓને હવે વેનેઝુએલા તો ઠીક, બીજે ક્યાંય પણ આશરો નહીં મળે. મારા નેતૃત્વમાં અમેરિકન લશ્કર આતંકીઓ અને ડ્રગ્સ દાણચોરોને ખતમ કરશે. આ લોકો આ વિશ્વમાં રહેવાને લાયક નથી. ડ્રગ્સના ભરડામાં આજની યુવા પેઢી આવી રહી છે, ત્યારે આવનારા સોનેરી ભવિષ્ય માટે આ પગલું ખૂબ જરૂરી હતું.

ટ્રમ્પે ઇરાન પડતું મૂકી વેનેઝ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.