નલ સે જલ યોજનાના કોન્ટ્રાક્ટરની ધરપકડઃ 37 આરોપી ઝડપાયા
મહીસાગર જિલ્લામાં કરોડો રૂપિયાના ચકચારી નળ સે જળ યોજના કૌભાંડમાં સીઆઇડી ક્રાઈમે મુખ્ય કોન્ટ્રાક્ટર મહેશ ઉત્તમચંદ લોહાણાની ગોધરાથી ધરપકડ કરી છે. આ ધરપકડ સાથે જ રૂ. 123 કરોડના મહાકૌભાંડમાં 37 આરોપીને ઝડપી લેવાયા છે.
લુણાવાડાઃ મહીસાગર જિલ્લામાં કરોડો રૂપિયાના ચકચારી નળ સે જળ યોજના કૌભાંડમાં સીઆઇડી ક્રાઈમે મુખ્ય કોન્ટ્રાક્ટર મહેશ ઉત્તમચંદ લોહાણાની ગોધરાથી ધરપકડ કરી છે. આ ધરપકડ સાથે જ રૂ. 123 કરોડના મહાકૌભાંડમાં 37 આરોપીને ઝડપી લેવાયા છે. સીઆઇડી ક્રાઇમની તપાસમાં આ કોન્ટ્રાક્ટરે વેણા ગામમાં રૂ. 2,50,36,186.54 અને સીમલીયા ગામમાં રૂ. 2,55,68,010.82નાં ખોટાં બિલ મૂકીને કરોડોની ગેરરીતિ આચરી હોવાનો આરોપ છે. તેની પાસેથી હજુ રૂ. 5,06,04,197.36 રિકવર કરવાના બાકી છે.
