નાઈરોબી એરપોર્ટ નવીનીકરણનો કોન્ટ્રાક્ટ ચીનની કંપનીને અપાયો

નાઈરોબી એરપોર્ટ નવીનીકરણનો કોન્ટ્રાક્ટ ચીનની કંપનીને અપાયો

કેન્યાએ નાઈરોબીના જોમો કેન્યાટા ઈન્ટરનેશનલ એરપોર્ટના નવીનીકરણનો 2.9 બિલિયન ડોલરનો કોન્ટ્રાક્ટ ચાઈના કોમ્યુનિકેશન્સ કન્સ્ટ્રક્શન કંપની (CCCC)ને સોંપ્યો છે. ભારતના અદાણી ગ્રૂપ સાથે એરપોર્ટ અપગ્રેડેશનનો સોદો રદ કરાયાના બે વર્ષ પછી આ જાહેરાત કરાઈ છે.

નાઈરોબીઃ કેન્યાએ નાઈરોબીના જોમો કેન્યાટા ઈન્ટરનેશનલ એરપોર્ટના નવીનીકરણનો 2.9 બિલિયન ડોલરનો કોન્ટ્રાક્ટ ચાઈના કોમ્યુનિકેશન્સ કન્સ્ટ્રક્શન કંપની (CCCC)ને સોંપ્યો છે. ભારતના અદાણી ગ્રૂપ સાથે એરપોર્ટ અપગ્રેડેશનનો સોદો રદ કરાયાના બે વર્ષ પછી આ જાહેરાત કરાઈ છે.

ટુંક સમયમાં જ કામકાજ શરૂ કરાવાનું છે તે નાઈરોબી એરપોર્ટને આધુનિક બનાવવા માટેનું ભંડોળ અંશતઃ નવા નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ અને કોમર્શિયલ લોન્સ દ્વારા મેળવાશે. આ સોદો કેન્યામાં મહત્ત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં ચાઈનીઝ કંપનીઓની મજબૂત પકડને દર્શાવે છે. CCCCના પોર્ટફોલીઓમાં નવી રેલવે, 60,000 બેઠકોનું સ્ટેડિયમ, ટોલ રોડ અને કન્વેન્શન સેન્ટરનો પણ સમાવેશ થાય છે.

ભારતીય બિલિયોનેર ગૌતમ અદાણી દ્વારા 2.6 બિલિયન ડોલરની ઓફર સાથે ત્રણ દાયકા સુધી નાઈરોબી એરપોર્ટના સંચાલનની જોગવાઈ હતી, પરંતુ ભારે વિરોધ અને ઉડ્ડયન વર્કર્સની હટતાળના પગલે પ્રેસિડેન્ટ વિલિયમ રુટોની સરકારને આ સોદો રદ કરવાની ફરજ પડી હતી. કેન્યાના પડોશી ઈથિયોપિયામાં 12.5 બિલિયન ડોલરના ખર્ચે નવું એરપોર્ટ તૈયાર કરવાનું આયોજન છે અને રવાન્ડા પણ ગલ્ફ કેરિયર કતાર એરવેઝ સાથે ભાગીદારીમાં નવું એરપોર્ટ બનાવી રહ્યું છે ત્યારે કેન્યા પણ તેના સૌથી મોટા એરપોર્ટને અપગ્રેડ કરવા માગે છે.

નાઈરોબી એરપોર્ટ નવીનીકરણનો કોન્ટ્રાક્ટ ચીનની કંપનીને અપાયો
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.