ફોર્ચ્યુન ઇંડિયા વેલ્યુએબલ સેલિબ્રિટીઝ લિસ્ટમાં બોલિવૂડનો દબદબો

ફોર્ચ્યુન ઇંડિયા વેલ્યુએબલ સ

‘ફોર્ચ્યુન ઈન્ડિયા’ દર વર્ષે વેલ્યુએબલ સેલિબ્રિટીઝનું લિસ્ટ જાહેર કરે છે. આ વખતે આ લિસ્ટમાં પહેલા નંબર પર ક્રિકેટર વિરાટ કોહલી છે, તેની બ્રાન્ડ વેલ્યુ 3,542 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. જોકે તેને બાદ કરતાં લિસ્ટમાં બોલિવૂડનો દબદબો જોવા મળે છે.

‘ફોર્ચ્યુન ઈન્ડિયા’ દર વર્ષે વેલ્યુએબલ સેલિબ્રિટીઝનું લિસ્ટ જાહેર કરે છે. આ વખતે આ લિસ્ટમાં પહેલા નંબર પર ક્રિકેટર વિરાટ કોહલી છે, તેની બ્રાન્ડ વેલ્યુ 3,542 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. જોકે તેને બાદ કરતાં લિસ્ટમાં બોલિવૂડનો દબદબો જોવા મળે છે.
‘ફોર્ચ્યુન ઈન્ડિયા’ના ટોપ- 25 વેલ્યુએબલ સેલિબ્રિટીઝના લિસ્ટમાં શાહરૂખ ખાન બીજા ક્રમે છે. હાલ તે પોતાની અપકમિંગ ફિલ્મ ‘કિંગ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. તો દેસી ગર્લ પ્રિયંકા ચોપરાને આ લિસ્ટમાં ત્રીજું સ્થાન મળ્યું છે. પ્રિયંકા ચોપરાના કરિયર ફ્રન્ટની વાત કરીએ તો તે આ દિવસોમાં હોલિવૂડમાં એક્ટિંગ કરી રહી છે અને ફિલ્મો પ્રોડ્યુસ કરી રહી છે. સાથે જ એસ.એસ. રાજામૌલીની ફિલ્મ ‘વારાણસી’ના શૂટિંગ માટે પણ તે સમયાંતરે ભારત આવતી રહી છે.
આ ઉપરાંત લિસ્ટમાં પાંચમા નંબર પર રણવીર સિંહ સામેલ છે. ધુરંધર ફ્રેન્ચાઇઝીની ફિલ્મો કર્યા પછી તેની બ્રાન્ડ વેલ્યુ ઘણી વધી ગઈ છે. તેની ફિલ્મ ‘ધુરંધર-2’ એ બોક્સ ઓફિસ પર 1000 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. આવું કરનારી આ પહેલી બોલિવૂડ ફિલ્મ છે.
ફોર્ચ્યુન ઇન્ડિયાના ટોપ 25 વેલ્યુએબલ સેલિબ્રિટીઝના લિસ્ટમાં અક્ષય કુમાર છઠ્ઠા નંબર પર છે. તાજેતરમાં જ તેમની ફિલ્મ ‘ભૂત બંગલા’ રિલીઝ થઈ છે, ટૂંક સમયમાં જ તે એક ફિલ્મ ‘હૈવાન’માં જોવા મળશે. ફોર્ચ્યુન ઈન્ડિયાના રેન્કિંગ લિસ્ટમાં 7મા નંબર પર અમિતાભ બચ્ચન છે. જ્યારે 9મા નંબર પર આલિયા ભટ્ટ અને 10મા નંબરે અલ્લુ અર્જુન છે. ટોપ-25માં દીપિકા પાદુકોણ 11મા નંબરે તો રશ્મિકા મંદાના 17મા નંબરે છે. આ લિસ્ટમાં ક્રિતી સેનન, નયનતારા, દિલજીત દોસાંઝ અને અરિજિત સિંહ વગેરેના નામ જોવા મળે છે.

ફોર્ચ્યુન ઇંડિયા વેલ્યુએબલ સ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.