બાળકો પર સોશિયલ મીડિયા અંકુશ લાદવા તૈયારીઓ

બાળકો પર સોશિયલ મીડિયા અંકુશ લ...

કેનેડાએ હવે બાળકો પર સોશિયલ મીડિયા નિયંત્રણ લાદવા તૈયારી શરૂ કરી છે. દેશની સંસદમાં ડિજિટલ સેફ્ટી માટેનું નવું બિલ રજૂ કરાયું છે. જે અંતર્ગત 16 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો એક્સેસ મર્યાદિત થશે. કંપનીઓને આ જોગવાઇમાંથી છૂટછાટ માગવાની તક મળશે પણ, શરત એ રહેશે કે તેમણે પુરવાર કરવું પડશે કે તેમણે યુવા યુઝર્સ માટે પૂરતા સેફગાર્ડ્સ મૂક્યા છે.

ટોરોન્ટોઃ કેનેડાએ હવે બાળકો પર સોશિયલ મીડિયા નિયંત્રણ લાદવા તૈયારી શરૂ કરી છે. દેશની સંસદમાં ડિજિટલ સેફ્ટી માટેનું નવું બિલ રજૂ કરાયું છે. જે અંતર્ગત 16 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો એક્સેસ મર્યાદિત થશે. કંપનીઓને આ જોગવાઇમાંથી છૂટછાટ માગવાની તક મળશે પણ, શરત એ રહેશે કે તેમણે પુરવાર કરવું પડશે કે તેમણે યુવા યુઝર્સ માટે પૂરતા સેફગાર્ડ્સ મૂક્યા છે.
કેનેડાના આઈડેન્ટીટી અને કલ્ચર મંત્રી માર્ક મિલરે બિલ સી-34 રજૂ કર્યું હતું. સરકારના જણાવ્યા મુજબ આ બિલનો હેતુ ઓનલાઈન અસુરક્ષા સામે કાનૂની ફ્રેમવર્ક બનાવવાનો છે. આ પ્રસ્તાવિત કાયદો એઆઈ ચેટબોટ સર્વિસીસ, જેમ કે ચેટજીપીટીના વપરાશ પર પણ નિયમન લાવશે. ઓનલાઈન પ્લેટફોર્મ્સ માટે નવા સેફ્ટી રિક્વાયરમેન્ટ્સ પણ પણ તેમાં સામેલ છે. સરકારી નિવેદનમાં કહેવાયું છે કે કેનેડામાં નુકસાન થયા પછી કાર્યવાહી માટે કાયદા છે, પરંતુ નુકસાન થતું અટકાવવા માટે ઓનલાઈન સર્વિસીસ પર હાલ બહુ ઓછા નિયમો છે. પ્રસ્તાવિત સેફ સોશિયલ મીડિયા એક્ટ આ સ્થિતિ બદલવા માગે છે. તેમાં સોશિયલ મીડિયા સર્વિસીસ અને એઆઈ ચેટબોટ પ્રોવાઈડરને નુકસાન થાય તે પહેલાં જ તેને રોકવાની જવાબદારી સોંપવાની વાત છે.
ઉલ્લેખનીય છે કે આ પગલાથી કેનેડા એવા દેશોની યાદીમાં સામેલ થઇ જશે, જે બાળકો માટે ઓનલાઈન સુરક્ષા મજબૂત કરવા પ્રયાસ કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા અત્યાર સુધી એકમાત્ર દેશ છે, જ્યાં 16 વર્ષથી નાના માટે સોશિયલ મીડિયા એક્સેસ પર દેશવ્યાપી કાયદો લાગુ છે. યુકે, ફ્રાન્સ, ગ્રીસ, સ્પેન અને મલેશિયા જેવા દેશોએ પણ આવા પગલાં પર વિચાર કર્યો છે, પ્રસ્તાવ મૂક્યા છે અથવા સમાન વ્યવસ્થા વિકસાવી છે. બિલ પાસ થશે તો વેબસાઇટ્સ પ૨ ૫ણ જવાબદારી આવશે કે તેઓ બાળકોને હાનિકારક કન્ટેન્ટથી બચાવે. તેમાં સાઇબર બુલિંગ અને હેરેસમેન્ટ જેવા મુદ્દા પણ સામેલ છે, જે ડિજિટલ પ્લેટફોર્મ્સ મારફતે થાય છે. સ્ટેટમેન્ટ મુજબ નવા નિયમો ઓનલાઈન સર્વિસિસને વધુ જવાબદેહ અને પારદર્શક બનાવશે.

બાળકો પર સોશિયલ મીડિયા અંકુશ લ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.