બ્રિટિશ સિનેમેટોગ્રાફર જ્યોર્જ રિચમંડનું ભારતીય વાયુસેના દ્વારા દિલધડક રેસ્ક્યૂ

બ્રિટિશ સિનેમેટોગ્રાફર જ્યોર્જ રિચમંડનું ભારતીય વાયુસેના દ્વારા દિલધડક રેસ્ક્યૂ

ડેડપૂલ એન્ડ વુલ્વરિન અને રોકેટમેન જેવી ખ્યાતનામ હોલીવુડ ફિલ્મોના બ્રિટિશ સિનેમેટોગ્રાફર જ્યોર્જ રિચમંડ હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારમાં એક ગંભીર પેરાગ્લાઈડિંગ અકસ્માતનો ભોગ બન્યા છે. અકસ્માત બાદ ભારતીય વાયુસેનાએ ઓપરેશન હાથ ધરીને તેમને બચાવી લેવાયા હતા.

લંડનઃ ડેડપૂલ એન્ડ વુલ્વરિન અને રોકેટમેન જેવી ખ્યાતનામ હોલીવુડ ફિલ્મોના બ્રિટિશ સિનેમેટોગ્રાફર જ્યોર્જ રિચમંડ હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારમાં એક ગંભીર પેરાગ્લાઈડિંગ અકસ્માતનો ભોગ બન્યા છે. અકસ્માત બાદ ભારતીય વાયુસેનાએ ઓપરેશન હાથ ધરીને તેમને બચાવી લેવાયા હતા.

54 વર્ષીય રિચમંડ પીર પંજાલ પર્વતમાળાના બીજા ક્રમના સૌથી ઊંચા શિખર દેવ ટિબ્બા નજીક ભારે ઊંચાઈ પરથી નીચે પટકાયા હતા. આ ભયાનક દુર્ઘટનામાં તેમની ગરદનનું હાડકું તૂટી ગયું હતું અને તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

તેમને એરલિફ્ટ કરીને કુલ્લુની સ્થાનિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે, ઈજાઓ અત્યંત ગંભીર હોવાના કારણે તેમને ચંદીગઢ સ્થિત પીજીઆઈએમઇઆરના ટ્રોમા સેન્ટરમાં રિફર કરાયા હતા.

બ્રિટિશ સિનેમેટોગ્રાફર જ્યોર્જ રિચમંડનું ભારતીય વાયુસેના દ્વારા દિલધડક રેસ્ક્યૂ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.