રાજ્યસભામાં બે તૃતીયાંશ બહુમતી તરફ એનડીએની પ્રગતિ થઈ

રાજ્યસભામાં બે તૃતીયાંશ બહુમ

કસોટીપૂર્ણ બંધારણ સુધારણા ખરડાઓને પસાર કરાવી શકાય એ માટે બંને ગૃહોમાં બે તૃતીયાંશ બહુમતી ઝંખતા એનડીએ માટે તૃણમૂલ કોંગ્રેસના બળવાખોરો સભ્ય-સંખ્યા વધારનારા બની રહેશે એ નક્કી છે.

નવી દિલ્હીઃ કસોટીપૂર્ણ બંધારણ સુધારણા ખરડાઓને પસાર કરાવી શકાય એ માટે બંને ગૃહોમાં બે તૃતીયાંશ બહુમતી ઝંખતા એનડીએ માટે તૃણમૂલ કોંગ્રેસના બળવાખોરો સભ્ય-સંખ્યા વધારનારા બની રહેશે એ નક્કી છે.
તાજેતરમાં થયેલી રાજ્યસભા ચૂંટણીથી, એનડીએ બે તૃતીયાંશ બહુમતી તરફ થોડુંક આગળ વધી શક્યું છે, જ્યારે લોકસભામાં એ, ટીએમસી સાંસદોના આગમન છતાં બે તૃતીયાંશ બહુમતી સૂચક જાદુઈ આંક 393 થી ખાસ્સું આઘે છે.
તાજેતરમાં જ્યાં રાજ્યસભાની ચૂંટણી યોજાઈ એ ઝારખંડ અને મિઝોરમની સ્વતંત્ર બેઠકો જીતી લેતા એનડીએની વર્તમાન 148 ની સભ્યસંખ્યામાં ત્રણનો વધારો થયો છે. ટીએમસીના ત્રણ સભ્યોએ રાજીનામું આપતા એનડીએ પેટા ચૂંટણી પછી પશ્ચિમ બંગાળની તમામ ત્રણ બેઠકો જીતી લેશે એ નક્કી છે, જેથી એની સભ્યસંખ્યા 154 એ પહોંચશે. એ પછી પણ રાજ્યસભામાં બે-તૃતીયાંશ બહુમતી માટે એને વધુ નવ બેઠકોની જરૂર રહેશે. ઉપલા ગૃહમાં વધુ ટીએમસી સભ્યોના રાજીનામાની શક્યતા છે ત્યારે એનડીએ સંભવિતપણે 193 ના આંકને સર કરી લેશે. આથી એને બંધારણ સુધારા ખરડાઓ પસાર કરાવવા જરૂરી સાંખ્યિક તાકાત મળી રહેશે.

રાજ્યસભામાં બે તૃતીયાંશ બહુમ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.