રિટાયરમેન્ટ ફંડમાંથી બનાવ્યું સૌથી મોટું ગ્રામફોન મ્યુઝિયમ

રિટાયરમેન્ટ ફંડમાંથી બનાવ્યુ...

 કેરળના કોટ્ટયમના પાલામાં રહેતા સની મેથ્યુએ પોતાના રિટાયરમેન્ટ ફંડ, બચત અને પેન્શનના નાણાં લગાવીને દેશનું સૌથી મોટું ખાનગી ગ્રામોફોન અને રેકોર્ડ્સ મ્યુઝિયમ ‘ડિસ્ક્સ એન્ડ મશીન્સ’ તૈયાર કર્યું છે.

કોટ્ટયમઃ કેરળના કોટ્ટયમના પાલામાં રહેતા સની મેથ્યુએ પોતાના રિટાયરમેન્ટ ફંડ, બચત અને પેન્શનના નાણાં લગાવીને દેશનું સૌથી મોટું ખાનગી ગ્રામોફોન અને રેકોર્ડ્સ મ્યુઝિયમ ‘ડિસ્ક્સ એન્ડ મશીન્સ’ તૈયાર કર્યું છે. આ આધુનિક મ્યુઝિયમમાં 1 લાખથી વધુ રેકોર્ડ્સ અને 260થી વધુ અદભુત ગ્રામોફોન સુરક્ષિત છે. અહીં ભારતનો પહેલો રેકોર્ડેડ અવાજ સાંભળવા મળે છે તો દુર્લભ ગ્રામોફોન મશીન પણ જોવા મળે છે. આ ઉપરાંત સની મેથ્યુના આ મ્યુઝિયમમાં મુલાકાતીને મહાત્મા ગાંધી, રવીન્દ્રનાથ ટાગોર, પં. જવાહરલાલ નેહરુ અને સુભાષચંદ્ર બોઝ સહિતના મહાનુભાવોના ઐતિહાસિક ભાષણો પણ અહીં સંગ્રહિત છે. આશરે 50 લાખ રૂપિયાના ખર્ચે સાકાર થયેલા આ બે માળના અનોખા મ્યુઝિયમની મુલાકાત માટે લોકો પાસેથી કોઈ ફી તો લેવામાં આવતી નથી પરંતુ, હા આગોતરી એપોઇન્ટમેન્ટ લેવી જરૂરી છે. સની મેથ્યુ માને છે અહીં એવા મુલાકાતીઓની કોઇ જરૂર નથી જે માત્ર ફોટો પડાવવા કે કૌતુક ખાતર આવે છે, આ સ્થળ સાચા સંગીતપ્રેમીઓ માટેનું છે. અહીં વર્ષેદહાડે 1000 હજાર મુલાકાતીઓ આવે છે, જેમાં મુખ્યત્વે ઉત્તર ભારતના અને દક્ષિણ ભારતના લોકોનો સમાવેશ થાય છે.

રિટાયરમેન્ટ ફંડમાંથી બનાવ્યુ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.