રેસ્ક્યુ મિશનની ડ્રોન બોટના સહસ્થાપક ભારતવંશી

રેસ્ક્યુ મિશનની ડ્રોન બોટના સ

અમેરિકન લશ્કરનું અપાચે હેલિકોપ્ટર વીતેલા સપ્તાહે રુટિન પેટ્રોલિંગ દરમિયાન હોર્મુઝની ખાડીમાં તૂટી પડયું હતું. આ સમયે યુએસ નેવીએ યુદ્ધગ્રસ્ત ક્ષેત્રમાં અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ ડ્રોન બોટ મોકલીને બન્ને ક્રૂ મેમ્બરોને સહીસલાત બચાવી લીધા હતા. આ દિલધડક ઓપરેશનનો જશ જરૂર યુએસ નેવીને આપવો રહ્યો, પણ ડ્રોન બોટ બનાવવામાં ભારતીય અમેરિકન વિભવ અલ્ટેકરનું મહત્ત્વનું યોગદાન હોવાનું બહુ ઓછા લોકો જાણે છે. આ ડ્રોન બોટ ટેક્સાસ સ્થિત કંપનીએ બનાવી છે અને વિભવ અલ્ટેકર તેના સહસ્થાપક છે.

વોશિંગ્ટનઃ અમેરિકન લશ્કરનું અપાચે હેલિકોપ્ટર વીતેલા સપ્તાહે રુટિન પેટ્રોલિંગ દરમિયાન હોર્મુઝની ખાડીમાં તૂટી પડયું હતું. આ સમયે યુએસ નેવીએ યુદ્ધગ્રસ્ત ક્ષેત્રમાં અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ ડ્રોન બોટ મોકલીને બન્ને ક્રૂ મેમ્બરોને સહીસલાત બચાવી લીધા હતા. આ દિલધડક ઓપરેશનનો જશ જરૂર યુએસ નેવીને આપવો રહ્યો, પણ ડ્રોન બોટ બનાવવામાં ભારતીય અમેરિકન વિભવ અલ્ટેકરનું મહત્ત્વનું યોગદાન હોવાનું બહુ ઓછા લોકો જાણે છે. આ ડ્રોન બોટ ટેક્સાસ સ્થિત કંપનીએ બનાવી છે અને વિભવ અલ્ટેકર તેના સહસ્થાપક છે.
ડ્રોન બોટ કોર્સેઈર દ્વારા રેસ્ક્યુ મિશન હાથ ધરાયું હતું. આ ડ્રોન બોટ સેરોનિક ટેકનોલોજીસે બનાવી છે. અમેરિકન લશ્કરી દળો દ્વારા આ પ્રકારનું મિશન પહેલી જ વખત ચલાવાયું હતું, જેમાં અનમેન્ડ એરિયલ વ્હીકલ(યુએવી)નો ઉપયોગ કરાયો હતો. અમેરિકન લશ્કર પોતાના સૈનિકની જાનહાનિ રોકવા છેલ્લા કેટલાક સમયથી અનમેન્ડ વ્હીકલનો ઉપયોગ કરી રહ્યુ છે. ઓપરેટર દ્વારા રિમોટલી સંચાલિત ઓટોનોમસ સરફેસ વેસલ દ્વારા અમેરિકાએ પહેલી વખત આવું રેસ્ક્યુ મિશન હાથ ધર્યું હતું, એમ સેન્ટ્રલ કમાન્ડના કેપ્ટન ટિમ હોકિન્સે જણાવ્યું હતું. 24 ફૂટ લાંબી કોર્સેઇર 35 નોટ્સ સુધીની સ્પીડે ચાલી શકે છે. 1000 પાઉન્ડ જેટલું વજન લઈ જઈ શકતી આ બોટની રેન્જ 1,000થી વધુ નોટિકલ માઇલ્સ છે.
સેરોનિક ટેકનોલોજીસને યુએસ નેવીનો ઓટોનોમસ સરફેસ વેસલ્સનો 39.2 કરોડ ડોલરનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. ટેક્સાસમાં મુખ્ય મથક ધરાવતી કંપનીની સ્થાપના 2022માં થઇ છે. 11 વર્ષ સુધી નેવી સીલમાં ફરજ બજાવી ચૂકેલી દિનો મેવરુકાસ અને વિભવ સહિત ચાર જણે કંપની સ્થાપી છે.

રેસ્ક્યુ મિશનની ડ્રોન બોટના સ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.