લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ આર્મી ચીફ બનશે

કેન્દ્ર સરકારે લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠને આગામી આર્મી ચીફ તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ 30 જૂનથી આ પદ સંભાળશે. સંરક્ષણ મંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘રાષ્ટ્રપતિએ જનરલ રેન્કમાં આગામી આર્મી ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ (PVSM, UYSM, AVSM)ની નિમણૂકને મંજૂરી આપી છે.
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠને આગામી આર્મી ચીફ તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ 30 જૂનથી આ પદ સંભાળશે. સંરક્ષણ મંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘રાષ્ટ્રપતિએ જનરલ રેન્કમાં આગામી આર્મી ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ (PVSM, UYSM, AVSM)ની નિમણૂકને મંજૂરી આપી છે. ધીરજ સેઠ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીનું સ્થાન લેશે અને 31 ઓગસ્ટ 2028 સુધી આ પદ સંભાળશે. લેફ્ટનન્ટ જનરલ સેઠે જમ્મુ-કાશ્મીરમાં સ્વતંત્ર આર્મ્ડ બ્રિગેડના બ્રિગેડ મેજર, અંગોલામાં સંયુક્ત રાષ્ટ્ર મિશન સાથે ઓપરેશન્સ ઓફિસર, આર્મી હેડક્વાર્ટરમાં સહાયક લશ્કરી સચિવ તરીકે પણ સેવાઓ આપી છે.
