લેસ્ટર રથયાત્રાની તડામાર તૈયારીઃ ISKCONના 60 વર્ષની ઉજવણી

લેસ્ટર રથયાત્રાની તડામાર તૈયારીઃ ISKCONના 60 વર્ષની ઉજવણી

ISKCONના 60 વર્ષની ઉજવણી સાથે લેસ્ટરમાં રથયાત્રાની તડામાર તૈયારી ચાલી રહી છે. આ વર્ષે રવિવાર, 28 જૂન 2026ના રોજ નીકળનારી રથયાત્રા સવારે 11.30 વાગ્યે લેસ્ટર સિટી સેન્ટર,ગેલોટ્રી ગેટ (સ્પોર્ટ્સ ડાયરેક્ટની બહાર)થી શરૂ થઈ બપોરના 2.30 વાગ્યે કોસિંગ્ટન પાર્ક, બેલગ્રેવ પહોંચશે.

લેસ્ટરઃ ISKCONના 60 વર્ષની ઉજવણી સાથે લેસ્ટરમાં રથયાત્રાની તડામાર તૈયારી ચાલી રહી છે. આ વર્ષે રવિવાર, 28 જૂન 2026ના રોજ નીકળનારી રથયાત્રા સવારે 11.30 વાગ્યે લેસ્ટર સિટી સેન્ટર,ગેલોટ્રી ગેટ (સ્પોર્ટ્સ ડાયરેક્ટની બહાર)થી શરૂ થઈ બપોરના 2.30 વાગ્યે કોસિંગ્ટન પાર્ક, બેલગ્રેવ પહોંચશે.

આ વર્ષની રથયાત્રા વિશેષ મહત્ત્વ ધરાવે છે કારણકે ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્સિયસનેસ (ISKCON)ની સ્થાપના 1966માં કરાઈ હતી તેને 60 વર્ષ પુરાં થાય છે. પરંપરાગત સંગીત, દૈવી સમર્પણના ભજનો અને ઉત્સાહી નૃત્યગાન સાથે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટાભાઈ બલરામજીની મૂર્તિઓ સાથે 40 ફૂટ ઊંચા રથને હાથથી ખેંચવાની યાત્રાની ભવ્યતાને નિહાળવા સમગ્ર યુકેમાંથી હજારો ઉત્સવપ્રેમીઓ લેસ્ટરની શેરીઓમાં એકત્ર થવાની ધારણા છે. ભવ્ય રથયાત્રા સિટી સેન્ટરથી ગોલ્ડન માઈલ થઈને કોસિંગ્ટન પાર્ક પહોંચશે, જ્યાં મુલાકાતીઓ સાંસ્કૃતિક પરફોર્મન્સીસ, મંત્રધ્યાન, સાંસ્કૃતિક સ્ટેજ શો, બાળકો માટે મનોરંજન સહિત પારિવારિક પ્રવૃત્તિઓ અને તમામ માટે નિઃશુલ્ક શાકાહારી ભોજનને માણી શકશે.

ISKCONલેસ્ટરના પ્રેસિડેન્ટ પ્રદ્યુમના દાસે જણાવ્યું હતું કે,‘રથયાત્રાનો ઉત્સવ વિશ્વના સૌથી પ્રાચીન અને સૌથી રંગીન ઉત્સવોમાં એક છે. યુરોપમાં લેસ્ટર ખાતે દ્વિતીય ક્રમનો મહોત્સવ યોજાય છે તેનો અમને ગર્વ છે. આ વર્ષ ખાસ મહત્ત્વનું છે કારણકે ઈસ્કોન તેની 60મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે.’

લેસ્ટર રથયાત્રાની તડામાર તૈયારીઃ ISKCONના 60 વર્ષની ઉજવણી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.