સગરાદા ફૈમીલિયાઃ આતશબાજીથી ઝળહળ્યું દુનિયાનું સૌથી ઊચું ચર્ચ

સગરાદા ફૈમીલિયાઃ આતશબાજીથી ઝ

ખ્રિસ્તી ધર્મના સર્વોચ્ચ વડા પોપ લિયો ચૌદમાએ સ્પેનની મુલાકાત દરમિયાન ગુરુવારે દુનિયાના સૌથી ઊંચા ચર્ચ સગરાદા ફૈમીલિયાના ચર્ચના મિનારનું ઉદ્ઘાટન કર્યું હતું.

બાર્સેલોનાઃ ખ્રિસ્તી ધર્મના સર્વોચ્ચ વડા પોપ લિયો ચૌદમાએ સ્પેનની મુલાકાત દરમિયાન ગુરુવારે દુનિયાના સૌથી ઊંચા ચર્ચ સગરાદા ફૈમીલિયાના ચર્ચના મિનારનું ઉદ્ઘાટન કર્યું હતું. બાર્સેલોનામાં સાકાર થઇ રહેલા આ ચર્ચનું નિર્માણકાર્ય છેલ્લા 144 વર્ષથી ચાલી રહ્યું છે. ‘ટાવર ઓફ જિસસ ક્રાઇસ્ટ’ નામના આ મીનારનું નિર્માણકાર્ય ગયા ફેબ્રુઆરીમાં જ પૂર્ણ થયું છે. આ સાથે જ ચર્ચની કુલ ઊંચાઇ 172.5 મીટર થઇ ગઇ છે, અને હવે તે દુનિયાનું સૌથી ઊંચું ચર્ચ બની ગયું છે. સમારોહ દરમિયાન ભવ્ય આતશબાજીથી સગરાદા ફૈમીલિયા ચર્ચ રોશનથી ઝળહળી ઉઠતાં અદભૂત નજારો સર્જાયો હતો. ચર્ચના ચીફ આર્કિટેક્ટ એન્ટોની ગૌડીની 100મી પૂણ્યતિથિના અવસરે આ ભવ્ય આયોજન થયું હતું. પોપ લિયોએ એક સપ્તાહના સ્પેન પ્રવાસ દરમિયાન શ્રેણીબદ્ધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. છેલ્લા દોઢ દસકામાં કોઇ પોપની આ પહેલી સ્પેન મુલાકાત હતી. 

સગરાદા ફૈમીલિયાઃ આતશબાજીથી ઝ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.