સુધા મૂર્તિના ભારતીય સંસદના ભીંતચિત્રો પરના પુસ્તકનું યુકેમાં વિમોચન

સુધા મૂર્તિના ભારતીય સંસદના ભીંતચિત્રો પરના પુસ્તકનું યુકેમાં વિમોચન

ભારતીય સંસદના ઉપલા ગૃહ રાજ્યસભાના સાંસદ સુધા મૂર્તિના નવા પુસ્તકનો ભવ્ય લોન્ચિંગ સમારોહ લંડન સ્થિત ભારતીય વિદ્યા ભવન ખાતે યોજાયો હતો. આ પુસ્તક ભારતીય સંસદની શોભા વધારતા કેટલાક ઐતિહાસિક અને પ્રતિષ્ઠિત ભીંતચિત્રો (મ્યુરલ્સ) પાછળના ઈતિહાસ પર પ્રકાશ પાડે છે.

લંડનઃ ભારતીય સંસદના ઉપલા ગૃહ રાજ્યસભાના સાંસદ સુધા મૂર્તિના નવા પુસ્તકનો ભવ્ય લોન્ચિંગ સમારોહ લંડન સ્થિત ભારતીય વિદ્યા ભવન ખાતે યોજાયો હતો. આ પુસ્તક ભારતીય સંસદની શોભા વધારતા કેટલાક ઐતિહાસિક અને પ્રતિષ્ઠિત ભીંતચિત્રો (મ્યુરલ્સ) પાછળના ઈતિહાસ પર પ્રકાશ પાડે છે. લોકસભા સચિવાલય દ્વારા પ્રકાશિત કરાયેલ ‘ટાઈડ્સ ઓફ ટાઈમ: ભારત્સ હિસ્ટ્રી થ્રુ મ્યુરલ્સ ઇન પાર્લામેન્ટ’ પુસ્તકનું વિમોચન શુક્રવારે સાંજે યુકેમાં ભારતના હાઈ કમિશનર પી. કુમારન દ્વારા કરવામાં આવ્યું હતું. આ ગરિમાપૂર્ણ પ્રસંગે સુધા મૂર્તિ સાથે તેમના પતિ નારાયણ મૂર્તિ, પુત્રી અક્ષતા મૂર્તિ, જમાઈ અને બ્રિટનના પૂર્વ વડાપ્રધાન રિશી સુનાક તેમજ પૌત્રીઓ ક્રિષ્ના અને અનૌષ્કા પણ ઉપસ્થિત રહ્યા હતા.

સમારોહને સંબોધતા સુધા મૂર્તિએ જણાવ્યું હતું કે, આ પુસ્તક મારા અથાક પરિશ્રમ અને લગાવનું પરિણામ છે. જો તમે તમારા દેશનો ઈતિહાસ નથી જાણતા તો તમે તમારા દેશના ભવિષ્યને પણ સમજી શકતા નથી... જ્યાં સુધી હું નવું શીખતી રહીશ અને ઈતિહાસ પ્રત્યેના મારા જુસ્સાને જીવંત રાખીશ ત્યાં સુધી હું સદા યુવાન રહીશ. આ પ્રક્રિયા મને મારા દેશના વિવિધ તબક્કાઓ વિશે શીખવામાં મદદ કરે છે.

સુધા મૂર્તિના ભારતીય સંસદના ભીંતચિત્રો પરના પુસ્તકનું યુકેમાં વિમોચન
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.