સ્પેસએક્સઃ મસ્કને રોકેટઝડપે બનાવ્યા વિશ્વના પ્રથમ ટ્રિલિયોનેર

સ્પેસએક્સઃ મસ્કને રોકેટઝડપે

વિશ્વના સૌથી વધુ ધનવાન વ્યક્તિ એલન મસ્ક હવે માત્ર બિલિયોનેર નથી રહ્યા, વિશ્વના પ્રથમ ટ્રિલિયોનેર બની ગયા છે. રોકેટ અને સેટેલાઈટ કંપની સ્પેસએક્સના રેકોર્ડબ્રેક 75 બિલિયન ડોલરના આઈપીઓ (ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ) બાદ મસ્કની સંપત્તિમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. મસ્કના સંપત્તિસર્જનમાં સ્પેસએક્સનો ફાળો સૌથી વધારે રહ્યો છે. કુલ 1.1 ટ્રિલિયન ડોલર (1.1 લાખ કરોડ ડોલર)ની સંપત્તિમાં સ્પેસએક્સમાં મસ્કની હિસ્સેદારીનું મૂલ્ય અધધધ 866 બિલિયન ડોલર છે.

ન્યૂ યોર્કઃ વિશ્વના સૌથી વધુ ધનવાન વ્યક્તિ એલન મસ્ક હવે માત્ર બિલિયોનેર નથી રહ્યા, વિશ્વના પ્રથમ ટ્રિલિયોનેર બની ગયા છે. રોકેટ અને સેટેલાઈટ કંપની સ્પેસએક્સના રેકોર્ડબ્રેક 75 બિલિયન ડોલરના આઈપીઓ (ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ) બાદ મસ્કની સંપત્તિમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. મસ્કના સંપત્તિસર્જનમાં સ્પેસએક્સનો ફાળો સૌથી વધારે રહ્યો છે. કુલ 1.1 ટ્રિલિયન ડોલર (1.1 લાખ કરોડ ડોલર)ની સંપત્તિમાં સ્પેસએક્સમાં મસ્કની હિસ્સેદારીનું મૂલ્ય અધધધ 866 બિલિયન ડોલર છે.

નાસ્ડેકમાં શુક્રવારે સ્ટોક ટ્રેડિંગની શરૂઆત થઈ ત્યારે ટેસ્લા તથા અન્ય કંપનીઓમાં મસ્કની હિસ્સેદારીને ધ્યાને લેતાં તેમની કુલ સંપત્તિ 1.1 લાખ કરોડ ડોલરને પાર કરી ગઈ છે. આઈપીઓ પહેલા ફોર્બ્સ દ્વારા મસ્કની સંપત્તિ 780 બિલિયન ડોલર ગણવામાં આવી હતી. આલ્ફાબેટના સહ-સ્થાપક લેરી પેજ જેવા ધનિકો કરતાં મસ્ક તે સમયે પણ આગળ હતા. વિશ્વમાં બીજા નંબરના ધનિક વ્યક્તિની સંપત્તિ લગભગ 300 બિલિયન ડોલર જેટલી છે, જે મસ્કની અંદાજિત સંપત્તિ કરતાં માત્ર ત્રીજા ભાગની છે. વિશ્વમાં અત્યાર સુધી માત્ર ઓરેક્લના સ્થાપક લેરી એલિસન જ 400 બિલિયન ડોલરની સંપત્તિ સુધી પહોંચી શક્યા છે.

નિષ્ણાતોની નજરે ‘મસ્કોનોમી’ અને ‘એલન પ્રીમિયમ’
શેરબજારમાં મસ્કનો પ્રભાવ ખૂબ વધી ગયો છે અને વિશ્લેકો મસ્ક સાથે સંકળાયેલા વ્યવસાયોના નેટવર્કને ‘મસ્કોનોમી’ તરીકે ઓળખાવી રહ્યા છે. રોકાણકારોને મસ્કની દૂરંદેશી પર ઊંડો ભરોસો છે અને તેના કારણે મસ્કની કંપનીઓને પરંપરાગત નાણાકીય ધોરણો કરતાં વધારે વેલ્યુએશન મળે છે, જેને ‘એલન પ્રીમિયમ’ કહેવામાં આવે છે. રેનેસાં કેપિટલના સ્ટ્રેટેજિટસ્ટ મેટ કેનેડીએ કહ્યું હતું કે 1.5 થી 2 ટ્રિલિયન ડોલરનું માર્કેટ કેપ દરેક પ્રકારના પરંપરાગત વેલ્યુએશનનો અસ્વીકાર કરે છે. આ વેલ્યુએશનનો એક માત્ર આધાર મસ્કના વિઝન પરનો ભરોસો છે.

લોકોને મંગળ પર પણ લઇ જવા માગે છે મસ્ક
મસ્કે શુક્રવારે સ્પેસએક્સના કર્મચારીઓને સંબોધતા કહ્યું હતું કે કંપની હવે લોકોને ચંદ્રથી લઇને મંગળ ઉપર પણ લઈ જશે અને ભવિષ્યમાં કદાચ તેનાથી આગળ પણ જઈ શકાશે. લિસ્ટિંગના દિવસે મસ્ક એકદમ ખુશખુશાલ હતા. 54 વર્ષીય એલન મસ્કનો જન્મ દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયામાં થયો હતો. તેમના માતા કેનેડાનાં છે, જ્યારે પિતા સાઉથ આફ્રિકાના છે. 1997માં પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા છે. 2008માં ટેસ્લાના સીઈઓ તરીકે કાર્યભાર સંભાળનાર મસ્કનું માનવું હતું કે ઇલેક્ટ્રિક કાર માત્ર પર્યાવરણ માટે સારી રહેશે એટલું જ નહીં પરંતુ, શ્રેષ્ઠ પ્રદર્શન અને અદ્યતન સોફ્ટવેર સુવિધાથી ઓટો ઉદ્યોગમાં પણ પરિવર્તન લાવી શકે છે. ટેસ્લાની સફળતા અને તેના વિશાળ બજાર મૂલ્યે મસ્કનો વિચાર સાકાર કર્યો છે. રોકાણકારો હવે આશા રાખે છે કે મસ્ક અવકાશ અને કૃત્રિમ બુદ્ધિમત્તાના ક્ષેત્રોમાં આવું જ ધરખમ પરિવર્તન લાવી શકે છે. જોકે, સ્પેસએક્સને હજુ પણ જંગી રોકાણની જરૂર છે, અને કંપનીનું ઉચ્ચ મૂલ્યાંકન એવી તકનીકો પર આધારિત છે જેને સંપૂર્ણ રીતે સફળ થવામાં વર્ષો લાગી શકે છે.

વિવાદાસ્પદ રાજકીય સફર...
આખાબોલા અને નીડર અભિગમના કારણે મસ્કની રાજકીય સફર વિવાદોમાં રહી છે. યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્ન્મેન્ટ એફિશિયન્સીમાં તેમની ભૂમિકાના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ટેસ્લા વિરુદ્ધ પ્રદર્શનો થયા હતા અને વપરાશકારોએ બોયકોટ કરતાં ટેસ્લાનું વેચાણ ઘટ્યું છે. થોડા સમય બાદ ટ્રમ્પ તંત્રની નીતિઓ સામે વાંધો પડતાં મસ્કે અલગ થઈ જવાનું પસંદ કર્યું હતું અને ત્યારબાદથી મસ્કનું વલણ નરમ થઈ ગયું છે.

... છતાં મસ્કની ક્ષમતાનો સ્વીકાર
રાજકીય વિવાદો છતાં કોર્પોરેટ જગતના દરેક દિગ્ગજ મસ્કની ક્ષમતાને સ્વીકારે છે. જેપી મોર્ગન ચેસના સીઈઓ જેમી ડિમને મસ્કને વર્તમાન સમયના એડિસન અને આઈન્સ્ટાઈન ગણાવ્યા છે. જનરલ મોટર્સના બોબ લુટ્ઝના મતે, ઓટોમેટિવ એન્જિયરિંગ ક્ષેત્રમાં મસ્કે અમેરિકાની કુશળતા અને સન્માનની વિશ્વમાં ફરી સ્થાપના કરી છે.

•••

મસ્કના સંપત્તિસર્જનના માઇલસ્ટોન

મસ્કની સંપત્તિ એકસમાન ગતિએ નથી વધી. તેમાં અચાનક, ઝડપથી ઉછાળો આવ્યો. દરેક ઉછાળો કોઈ ખાસ ઘટના સાથે જોડાયેલો હતો.

વર્ષ વૃદ્ધિનું કારણ નેટવર્થ (ડોલરમાં)

ઓક્ટોબર 2002 - પેપાલને વેચી દીધું 18 કરોડ

જુલાઈ 2020 - ટેસ્લા સૌથી મૂલ્યવાન 7 હજાર કરોડ

જાન્યુઆરી 2021 - જેફ બેજોસને હરાવીને સૌથી અમીર 20 હજાર કરોડ

નવેમ્બર 2021 - સૌથી વધુ સંપત્તિ ધરાવતી વ્યક્તિ 30 હજાર કરોડ

ડિસેમ્બર 2025 - સૌથી વધુ સંપત્તિ ધરાવતી વ્યક્તિ 70 હજાર કરોડ

જૂન 2026 - સ્પેસએક્સ આઈપીઓ લિસ્ટિંગ 1 લાખ કરોડ

સ્પેસએક્સઃ મસ્કને રોકેટઝડપે
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.